Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

gujarat court

અમદાવાદના બિસ્માર રસ્તાઓનો મામલો,હાઈકોર્ટે AMCને લીધો ઉધડો. કોર્પોરેશને રજૂ કરેલા રિપોર્ટ પર હાઈકોર્ટે વ્યક્ત કરી ભારોભાર નારાજગી, હાઈકોર્ટે કહ્યું આ ખોટી એફિડેવિટ છે.મેટ્રો પાસેના રસ્તાઓ આજે પણ તૂટેલા છે. પ્રથમદર્શી રીતે એવું લાગે છે કે કોર્પોરેશન ગંભીર નથી. જાહેર હિતમાં જે કામ અપેક્ષિત છે તે કોર્પોરેશન નથી કરી રહ્યું. કોર્પોરેશન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે. શું કોર્પોરેશનના અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મીલીભગત છતી નથી થઈ રહી? જરૂર પડશે તો કોર્ટ કમિશન નીમવા હાઈકોર્ટે આપ્યા સંકેત. કોર્ટની આકરી ટકોર જ્યારે જાહેરહિતની અરજી સુનાવણી માટે આવે તે વખતે જ કોર્પોરેશનને સ્મશાન વૈરાગ્ય આવે છે. ગુજરાત આ ઝડપની અપેક્ષા નથી રાખતું. કોર્પોરેશન કઈ…

Read More

આંતરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર પાકિસ્તાનના સીઝફાયર દ્વારા ઉલ્લંઘન કરવામાંં આવ્યુ છે. પાકિસ્તાની તરફના બુધવારે રાત્રેથી જ સતત ગોળીબાર ચાલુ છે, જેનો બીએસએફએ જડબાતોડ જવાબ આપ્યો હતો. બીએસએફના જવાબી ક્રિયામાં પાકિસ્તાનના 3 રેન્જર્સ સહિત કુલ 8 લોકો માર્યા ગયા છે.આ પહેલાં પાકિસ્તાનની ગોળીબારીમાં એક ભારતીય કોન્સેબલ અને એક નાની છોકરીનું મૃત્યુ થયું હતું. પાકિસ્તાનની ગોળીબારીની ભારતીય સેના જવાબ આપી રહી છે. સેનાએ પાકિસ્તાનની 4 બોર્ડર પોસ્ટને તોડી પાડી છે. બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે પાકિસ્તાની સીમા પર એમ્બ્યુલન્સ માં લાશોને લઈ જતા જોયા છે. હજુ પણ રામગઢ વિસ્તારમાં ફાઇરીંગ ચાલુ છે.

Read More
patanjali card ll

યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલી સતત દરેક પ્રકારના વ્યવસાયમાં પગ પેસારો કરી રહી છે.મંગળવારે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનાં ઉત્પાદનો વેચવા માટે ઇ-કૉમર્સ કંપનીઓ સાથે પતંજલીએ કરાર કર્યો છે.તેની સાથે જ હવે તેમણે પતંજલી માટે ડિજિટલ પેમેન્ટ મોડ પણ તૈયાર કર્યો છે.આ માટે તે સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ લાવશે આ કાર્ડને રજિસ્ટ્રેશન દિવસની મુદત 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે.માહિતી અનુસાર આ કાર્ડની વિશિષ્ટતા એ છે કે તે વ્યક્તિઓ માટેપતંજલીની ઉત્પાદન પર પણ ખાસ છૂટ અાપવામાં અાવે છે.માહિતી અનુસાર આ કાર્ડની વિશિષ્ટતા એ છે કે તે વ્યક્તિઓ માટે પતંજલીના ઉત્પાદન પર પણ ખાસ છૂટ મળશે.સાથે સાથે કાર્ડ બનાવનારને માટે 5 લાખ રૂપિયા…

Read More
VALSAD BAL MAJUR.Still003

સરકાર એક તરફ બાળકોને શિક્ષણ ફરજીયાત આપવાની વાત કરે છે ત્યારે ગ્રામીણ કક્ષાએ વિધાર્થીઓને સ્કૂલમાં કરાવાય રહી છે મજૂરી. આ દ્રશ્ય છે કપરાડા તાલુકાના વડશેત ગામની પ્રાથમિક શાળાનું જ્યાં વિધાર્થીઓ પાસે પેવર બ્લોક ઊંચકવવામાં આવી રહ્યા છે. સ્કૂલના માસુમ બાળકો શિક્ષણ લેવા આવે છે અને અહીં કરાવાય રહી છે તેમની પાસે મજૂરી. સ્કૂલ સંચાલકો દ્વારા બાળકો પાસે લેવાઈ રહયુ છે મજૂરીનું કામ. કેટલાક બાળકો પેવર બ્લોકના ઢગલામાંથી પેવર બ્લોક ઊંચકી ને જતા દેખાય છે વીડિયોમાં. જોખમી પેવર બ્લોક વિધાર્થી ઉપર પડે અને ઈજાઓ થાય તો જવાબદાર કોણ ?? માસુમ બાળકોના ભવિષ્ય સાથે થઈ રહ્યા છે છડેચોક ચેડા. બાળકોને જીવનના પાઠ શિખવનાર…

Read More
pdmavat

સતત વિવાદોમાં ઘેરાયેલી અને ચર્ચામાં રહેલી સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતે તેના પ્રશંસકોને ખુબ જ રાહ જોવડાવ્યા બાદ ફિલ્મ પદ્માવત સમગ્ર દેશમાં થશે રિલીઝ. અા ફિલ્મને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ચાર રાજ્યોએ ફિલ્મ પદ્માવત પર મૂકેલો પ્રતિબંધ દૂર કરી દીધો છે. હવે ફિલ્મ તમામ રાજ્યોમાં રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફિલ્મ પદ્માવત પર લગાવવામાં આવેલ પ્રતિબંધને પરત ખેંચવા માટે નિર્માતા દ્ધારા દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરી છે.વિવાદોમાં ઘેરાયા બાદ અંતે શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ ‘પદ્માવત’ થિયેટરમાં રીલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના નિર્માતાઓએ…

Read More
Cyber Security

ડિજિટલ ઈન્ડિયા માં સાયબર સિક્યોરિટી ખૂબ મહત્વની છે દેશમાં કેશની જગ્યાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નાણાકીય ઘટનાઓ પણ વધી રહી છે આવી પરીસ્થીતીમાં સરકારે દેશના તમામ જિલ્લાઓમાં સાયબર એક્સપર્ટની રચના કરવાનું વિચાર કરી રહી રહી છે. ગૃહ મંત્રાલયએ આ વાત પર પોતાનો મુદ્દો રાખ્યો હતો. ગૃહ મંત્રાલયમાં સાયબર સલામતી વિશે મહત્વની બેઠક કરવામાં આવી. આ બેઠકમાં ગૃહ સચિવ રાજવી ગાબા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓએ હાજર રહ્યા હતા. બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી કે ડિજિટલલાઈઝેશનના સમયગાળામાં નાણાકીય ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. બેઠકમાં ઓનલાઇથી થતાં ટ્રાન્ઝેક્શનને અને વિદેશમાં બેઠેલા હેકર્સથી વધુ ખતરો છે તેવા મુદ્દા પર વિસ્તૃત વાત કરવામાંં…

Read More
rising car electric vehicle

13 થી 28 જાન્યુઆરી સુધી યોજાયેલ નોર્થ અમેરિકન ઇન્ટરનેશનલ ઓટો શોમાં નિસાને જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયામાં તેમની નવી ઇલેક્ટ્રિક કાર 2018 Nissan લીફનું વેચાણ શરૂ થશે.તમને જણાવી દઈએ કે આ કારની રેંજ કંપનીએ 150 મીલ (આશરે 241 કિલોમીટર) વધારી દીધી છે જે પછી આ શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર માટે કંપનીએ 13,000થી વધુ પ્રી ઓર્ડર મળ્યા છે. આ કારની બેઝ મોડલ વિના કોઈ પ્રકારના ટેક્સ પર 30 ડોલરમાં (આશરે રૂ. 19 લાખ રૂપિયા) ઉપલબ્ધ છે તેવી કંપની તરફથી માહિતી આપવામાં આવી છે, જેમ જેમ કારના ફિચર્સમાં વધારો થાય છે તેના ભાવમાં પણ વધારો થશે.2018 Nissan લીફમાં પ્રથમ વખત હૉલોગ્રાફિક ઓટો લાઇટનિંગ…

Read More
agni missile ap.jpg.image .

ભારતમાં વિકસિત 6000 કિલોમીટરથી વધુ અંતર સુધી લક્ષ્યાંકને ભેદી શકનાર અગ્નિ -5 નું ગુરુવારે ઓડિશા કિનારાથી દૂર વ્હીલર ટાપુથી સફળ પરીક્ષણ કરવામાં અાવ્યુ.અગ્નિ 5 કેટલાય શસ્ત્રોને લઈ જવામાટે સક્ષમ છે.એન્ટી બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમ્સ વિરોધી કાર્યવાહી પણ કરી શકે છે. પરમાણુ ક્ષમતા સાથે આ મિસાઇલની રેન્જમાં સંપૂર્ણ ચીન અને પાકિસ્તાન આવી જશે. અગ્નિ -5 અગ્નિ સીરીઝની મિસાઇલ છે જેને ડીઆરડીઓએ વિકસિત કરી છે.પૃથ્વી અને ધનુષ જેવા ઓછી રેન્જ પર માર કરવા સક્ષમ મિસાઇલો સિવાય ભારત પાસે અગ્નિ -1, અગ્નિ -2 અને અગ્નિ -3 મિસાઇલો છે. પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને અગ્નિ -4 અને અગ્નિ -5 મિસાઇલોને તેમજ ચાઇનાને ધ્યાનમાં રાખીને અગ્નિ-5 મિસાઇલને તૈયાર…

Read More
netanyahu

મુંબઈમાં આજે ઉદ્યોગપતિઓને મળશે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ.સવારે ટોચના ઉદ્યોગપતિઓ સાથે ‘પાવર બ્રેકફાસ્ટ’ કરશે. મુંભઇમાં થયેલા 26 \ 11 હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પાવર બ્રેકફાસ્ટમાં આનંદ મહીન્દ્ર, અજય પીરામલ, અદી ગોદરેજ, ટોચના બેંકર્સ હાજર રહેશે. ઇન્ડિયા-ઇઝરાયેલ બિઝનેસ સમીટને નેતન્યાહૂ સંબોધન કરશે. મુખ્ય પ્રધાન ફડણવીસ પણ દક્ષિણ મુંબઇમાં યોજાયેલા બિઝનેસ સમિટમાં હાજર રહેશે તેવી શક્યતા છે. મુખ્ય પ્રધાન ફડણવીસ અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ વચ્ચે બેઠક થશે અને ત્યારબાદ મુખ્ય પ્રધાન ઇઝરાયેલી પ્રતિનિધિ મંડળ સાથે બપોરનું ભોજન કરશે. બપોર પછી મુંબઇ 26 \ 11 હુમલાના ભોગ બનેલાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. નરિમાન હાઉસમાં ૧૧ વર્ષીય બાળક મોશે હોલ્ટબર્ગને નેતન્યાહૂ મળશે. મોશે…

Read More
1483609348 7th pay commission pay commission news elections five states assembly elections 2017 modi

ત્રિપુરામાં 18 ફેબ્રુઆરી અને મેઘાલય, નાગાલેન્ડમાંં 29 ફેબ્રુઆરીએ ચુંટણીની જાહેરાત કેન્દ્રીય ચુંટણી પંચ દ્રારા કરવામાં આવી છે. જ્યારે આ ત્રણે રાજ્યની વિધાનસભા ચુંટણીનું પરિણામ 3 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.  કેન્દ્રીય ચુંટણી પંચની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ પડી છે. આ આચારસંહિતા કેન્દ્ર સરકારને પણ લાગુ પડશે. આ ત્રણે રાજ્યોમાં 180 વિધાનસભા બેઠક માટે ચુંટણી  યોજાશે. આ ત્રણ રાજ્યોમાં 60-60 વિધાનસભાની બેઠકો છે આ ત્રણેય રાજ્યોના વિધાનસભાનો કાર્યકાળમાં માર્ચથી સમાપ્ત થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની શક્યતા છે. નોર્થ એસ્ટ બીજેપી માટે મહત્વનું છે તો કોંગ્રેસનો પણ અહીં પ્રભાવ જોવા મળ્યો હતો ત્યારબાદ આ રાજ્યોમાં વૅમ અને સ્ટેટ પાર્ટીએ પોતાની…

Read More