Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WhatsApp Image 2018 01 13 at 7.01.49 PM

વલસાડ ના કોસંબા રોડ પર બાઈક મા હવા પુરાવવા ગયેલા યુવાન નું પતંગ ની દોરી થી ગળુ કપાતા તેને સારવાર માટે નજીક ની હોસ્પિટલ મા ખસેડાયો હતો. ઘટના સ્થળે થી પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ ના કોસંબા રોડ પર આવેલા યોગેશ્વર નગર, ક્રિષ્ના એપાર્ટમેન્ટ મા રહેતા રૂત્વિક ભાઈ હેમંત ભાઈ ટંડેલ ઉ.વ 17 ના ઓ આજરોજ સાંજે 4:00 વાગ્યાના સુમારે તેના ઘરે થી તેની બાઈક મા હવા પુરાવવા માટે ગયો હતો. તે દરમ્યાન પતંગ નો દોરો ગળા ના ભાગે આવી જતા તેનું ગળુ ગંભીર રીતે કપાયું હતું. જેને સારવાર માટે વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના…

Read More
modi you dint know may19 1 650 051014011313

જેટલુ તમે વિચાર્યુ છે તેનાથી પણ વધુ રહસ્યમય છે વડાપ્રધાનના નરેન્દ્ર મોદીનુ જીવન નરેન્દ્ર મોદીની ગરીબાઇ વિશે બધા જાણે છે કે તે રેલવે સ્ટેશન પર ચા વેચતા,અને આરએસએસના સભ્ય છે. તેમના વિશે તે પણ કહેવામાંં આવે છે કે તે ઘરથી બહાર નીકળી ગયા છે અને તે કેટલાક દિવસોએ સંન્યાસી બની પણ રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા એક વાત વાયરલ થઇ છે. જેમાં મોદીને ચોર કહેવામાં આવ્યા છે. ફેસબુકથી ટ્વિટર સુધી આ ફોટો શેર કર્યો છે જેમાં લખેલું છે કે પ્રહલાદ મોદી જે નરેન્દ્ર મોદીના ભાઇ છે તેમણે કહ્યુ કે વડાપ્રધાન મોદીએ કોઈ સન્યાસ લીધો નોતો તેણે ઘરેણાંની ચોરી કરી હતી…

Read More
nisha halpati goom

પારડી તાલુકાના મોતીવાડાગામના રેલ્વે ફળિયામાં રહેતી 24 વર્ષીય નિશાબેન ઈશ્વરભાઈ હળપતિ ગતરોજ રાત્રીના તેના ઘરે સુઈ ગયા બાદ પથારીમા ન દેખાતા માતાપિતાએ આજરોજ પારડી પોલીસ મથકે તેઓની પુત્રી નિશા ગુમ થયાની પારડી પોલીસ મથકે જાણ કરી હતી ફરિયાદી ઈશ્વરભાઈ લક્ષમ્ણ ભાઈ ની ચાર પુત્રી હતી જેમાં ત્રીજા નંબરની પુત્રી નિશા ગૂમ થઇ જે દમણ સેલો કંપનીમાં કામ કરતી હોવાનું જણવ્યું હતું ગુમ થયા અંગે ની તપાસ કરી રહ્યા છે.

Read More
surat loot.Still004

સુરતના સચિન વિસ્તારની લૂંટની ઘટના સામે આવી છે. વ્યારાથી સુરત આવી રહેલ માતા – પુત્રી પાસે બાઇક સવાર બે ઈસમોએ લૂંટનો પ્રયાસકર્યો હતો. મોપેડના પાછળ બેઠેલી પુત્રીના ખંભે ચઢાવેલ રૂપિયા ભરેલ પર્સની લૂંટનો પ્રયાસ કર્યો હતો. બચાવનો પ્રયત્ન કરતા માતા – પુત્રી રોડ પર પટકાયા હતા. જ્યારે સુરતમાં ધોળે દિવસે લૂંટનો પ્રયાસ બનતા કાયદા અને સુરક્ષા ની સ્થિતિ કથળતી જોવા મળી હતી. ઈજાગ્રસ્ત શ્વેતાબેન અમૂલભાઈ ચૌધરી પુત્રી – જેનિફલ ચૌધરી જે હાલ રહેવાસી વ્યારા ઠેઠવલ ગામ સુરત ના ભટાર ખાતે રહેતા ભાઈને ત્યાં ઉત્તરાયણ પર્વ મનાવવા આવી રહ્યા હતા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

Read More
bag plastik

મહારાષ્ટ્ર રાજ્યમાં આ માર્ચ 2018થી પ્લાસ્ટિકમાંંથી બનેલી લગભગ તમામ ચીજવસ્તુઓ અદ્રશ્ય થઇ જશેે. હાલમાં રાજ્યમાં અમુક પ્રકારની પ્લાસ્ટિક બેગો પર પ્રતિબંધ છે જ પરંતુ હવે રાજ્યમાં ડિસ્પોઝેબલકન્ટેઇનર, ઝંડા, ફ્લેક્સ બોર્ડ બેનર અને નોન-વૂવન પ્રવિલિન બેગ, ઇત્યાદિત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાઇ જશે. પેકિંગ અને પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિકને પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં  આવશે. આ ઉપરાંત દૂધ, અનાજ, કઠોળ જેવા ઉત્પાદનો ભરવા માટે સેર્ચ અને પ્લાસ્ટિક કન્ટેઇનર પણ પ્રતિબંધમાંથી બાકાત રહેશે. પ્રતિબંધ માર્ચ મહિનાથી અમલી બનશે, પરંતુ અધિકારીઓ કર્ણટક જેવા રાજ્યો મુકેલા અમુક પ્રતિબંધની અસરોનો અભ્યાસ કરી રહ્યા છે. રાજ્ય  સરકારને પ્રતીતિ થઇ છે કે વર્ષ 2006માં 50 માઇક્રોન સુધીની થેલીઓ પર મૂકેલો પ્રતિબંધની કોઇ અસર નથી…

Read More
vlcsnap 2018 01 13 16h16m43s216

પારડી અને  ઉદવાડા પંથકમાં ઉતરાયણ પર્વના છેલ્લા દિવસે બજારમાં તેજી રહેવાથી ઉદવાડાના વેપારીઓ જણાવી રહ્યા છે ત્યારે આ વર્ષે પતંગ માં મોંઘવારીના કારણે બજારમાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે બીજી તરફ પતંગ ના રસિયાઓ ઉત્સાહ ભેર ઉતરાયણનો તહેવાર ઉજવવાની તૈયારી કરી રહ્યાં છે પતંગ માં ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ રાખ્યો છે અને પતંગના માંજા થી અબલા પક્ષી તેમજ નિર્દોષ વાહન ચાલકો અકસ્માતમાં ઈજા થતા હોય છે જે બાબતે ખાસ ધ્યાન દોરવું જોઈએ પતંગ નો ઉત્સવ માં પવન જરૂરી હોવો જોઈએ તેના પર સૌ પતંગના શોખીનો જણાવી રહ્યા છે.

Read More
surat

સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનમાં આગ લાગવાની ઘટનાનો મોટો પડઘો પડ્યો છે. સુરત ટ્રાફિક પોલીસ હરકતમાં આવીગ ગઈ છે. સુરતમાં અલગ અલગ ટીમો બનાવીને સ્કૂલવાનની ચેકિંગની પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાફિક પોલીસે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં તપાસ શરૂ કરી હતી. વધુ વિદ્યાર્થીઓ ભરેલી ગાડીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. નિયમ પ્રમાણે ન લાગતા વાહનો સામે દંડ અને ડિટેઇન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથધરવામાં આવી હતી. ગુરુવારે સવારે સાતેક વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ બીએસએનએલ ઓફિસ નજીક બેંક ઓફ બરોડા સામેના રોડ પર વિદ્યાર્થીઓથી ભરેલી વાનમાં આગ ફાટી નીકળી હતી. આગ સાથે ફેલાયેલા ધૂમાડાના કારણે વિદ્યાર્થીઓની બુમરાણ મચાવી…

Read More
99581155 ff1ebf4c 89e1 4347 94c1 149d4fb2d218

પાકિસ્તાનમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ થવાને કારણે આખા દેશમાં વ્યાપક રોષ ફેલાયો છે. પાકિસ્તાનીઓ રસ્તાથી માંડીને સોશ્યિલ મીડિયા સુધી ન્યાયની માગણી કરી રહ્યા છે, ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે. કસૂરમાં રહેતી ઝૈનબ અંસારી પર કરવામાં આવેલા દુષ્કર્મ સંબંધે પાકિસ્તાનનાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયાં છે. કેટલાંક સ્થળોએ પરિસ્થિતિ એટલી બગડી હતી કે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો.આ દરમ્યાન પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચેનલનાં એક એન્કર અલગ રીતે સમાચાર વાંચતાં જોવા મળ્યાં હતાં.’સમા ટીવી’ નામની ચેનલનાં એન્કર કિરન નાઝ ગુરુવારે એક બુલેટિનમાં તેમની દીકરીને લઈને આવ્યાં હતાં. તેમણે દીકરીને ખોળામાં બેસાડીને તેમણે ઝૈનબ અંસારી સાથેના દુષ્કર્મના સમાચાર વાંચ્યાં હતાં. બુલેટિનની…

Read More
11 1

ટોપી પહેરવાનું ચાનક ચડાવનાર પશ્ચિમના જ લોકો છે. ખાસ કરીને બ્રિટિશરો આમ જોવા જઈએ તો વિદેશીઓની આ અનોખી સ્ટાઇલની દેન ધખધખતા તાપમાં આપણને તો આશીર્વાદ સમાન સાબિત થઇ છે. હા તે આપણા લોકોમાં એક ફેશનેબલ એસેસરીઝ સાબિત થઇ છે એ વાત જુદી છે. ટોપીની ફેશન ધૂમ મચાવી રહી છે. અત્યાર સુધી ફેશનની દુનિયામાં માત્ર કપડાનો સમાવેશ કરવામાં આવતો હતો. પરંતુ હવે ટોપી પણ ફેશન જગતમાં ધૂમ મચાવી રહી છે. આ કારણે પહેલા ટોપીને પસંદ ન કરતા લોકો પણ હવે તેને પસંદ કરવા લાગ્યા છે. ટર્બન ટોપી જોવામાં જેટલી અલગ છે તેટલી આરામદાયક અને સ્ટાઈલિશ છે. તમને ઊનમાંથી સ્વેટર બનાવતા આવડતું…

Read More
khichdo

મકરસંક્રાતિ અેટલે સુર્ય ઉપાસનાનું પાવન પર્વ. ભગવાન સૂર્યને દિવ્ય અાયુષ્ય, આરોગ્ય,એશ્વર્ય, ધન, સુખ, કુટુંબ, તેમજ ઇચ્છા અને વિકાસ મોક્ષ સુધીનો ક્રમાંક માનવામાં આવે છે. સૂર્યના ઉદય કાળમાં કરવામા અાવતું સ્નાન,દાન-પૂણ્ય ઉત્તમ ફળ આપે છે.તલ, ગરમ કપડા, ખિચડો, ચોખા, શાકભાજી વગેરેના દાન-પૂણ્યથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. અન્ય દિવસોની સરખામણીમાં મકરસંક્રાતિ પર દાન-પૂણ્ય વધારે ફળદાયક છે. મકરસંક્રાતિ પર દરેક ઘરે ખિચડો બનાવાય છે જેને નૈવેદ્ય તરીકે સુર્ય નારાયણને ધરાવાય છે. લોક માન્યતા અનુસાર આ દિવસે ખિચડો બનાવવાની પરંપરા ભગવાન શિવ દ્વારા શરૂ કરવામાં આવી છે, ઉત્તર પ્રદેશના ગોરખપુરથી મકરસંક્રાતિ પર ખિચડો બનાવવાની પરંપરા શરૂ થઈ. અા ખિચડો પાંચ કે સાત ધાનનો…

Read More