ભરૂચ નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વેજલપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધો હતો…..
પારદર્શી પ્રશાસન અને પ્રજા ની લાગણી માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા ના હેતુ થી ગુજરાત સરકાર એ પહેલા હાથ ધરી છે જેમાં સરકારી યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રક્ષનોના સ્થળ ઉપર નિકાલ જેવા કાર્ય સેવા સેતુ કાર્યક્રમ થકી હાથ ધરવા માં આવ્યું છે…
આજ રોજ ભરૂચ ના વેજલપુર વિસ્તાર માં આવેલ રામદેવ હોલ ખાતે ભરૂચ નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૩ જેટલા સ્થાનિક વોર્ડ માટે નો સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યા માં લોકો એ ભાગ લીધો હતો ….
આ પ્રસંગે જીલ્લા વહીવટી તંત્ર ના પ્રજાપતિ સાહેબ તથા ભરૂચ ના ધારાસભ્ય દુસયંત ભાઈ પટેલ.પાલિકા પ્રમુખ આર વી પટેલ.તથા સ્થાનિક પાલિકા સભ્યો પ્રજાજનો અને આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા …..