અંકલેશ્વરમાં ભૌતિક સુખ માટે પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા પુત્રીને મજબુર કરનાર માતા અને તેના પ્રેમી સામે પોક્સો અને બળાત્કારની કલામ હેઠળ ગુનો નોંધાયો છે.
અંકલેશ્વરમાં ૧૬ વર્ષીય કિશોરી માતાએ ભૌતિક સુખ માટે માતાએ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરી હોવાની ફરિયાદ સાથે અંકલેશ્વર શહેર પોલીસ પાસે પહોંચતા પોલીસે પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ માતા પ્રવીણ ઠાકોર અને તેના પ્રેમી જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ૧ વર્ષ અગાઉ કિશોરીના માતા – પિતા છુટા પડ્યા બાદ કિશોરીની માતા પ્રવીણ બહેન અંકલેશ્વરના જીતેન્દ્ર ઠાકોર સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગી હતીજે સાથે કિશોરીને પણ લઇ ગઈ હતી અને બાદમાં કિશોરી જિતેન્દ્રની હવસનો શિકાર બનવા લાગી હતી.
ગત ૨૯ જાન્યુઆરીએ કિશોરી સુરત ગ્રામ્ય વિસ્તાર સ્થિત તેના સાગા પિતા પાસે પહોંચી હતી અને માતા સાથે નહિ રહેવાની જીદ કરી હતી. કિશોરી ઉદાસ બેસી રહેતા પિતાએ બાળકીને સમસ્યા પૂછી હતી જે અંગે કિશોરીએ જણાવ્યું હતું કે છેલ્લા ૮ માસથી તેની માતાનો પ્રેમી જીતેન્દ્ર પટેલ તેનું શારિરીક શોષણ કરતો હતો. આ બાબતે બાળકી માતાને ફરિયાદ કરતા માતા પણ પૈસા અને સુવિધાના સુખ માટે સહકાર આપવા દબાણ કરતી હતી. વાત સાંભળી હતપ્રત બનેલા પિતા સીધા કિશોરીને લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાંથી કિશોરીને તબીબી તાપસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.
બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે ગુનો નોંધી તબીબી તાપસ બાદ મહિલા અને તેના પ્રેમીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.