ગુજરાત રાજ્ય કૌશલ્ય સ્પર્ધા માં ભરૂચ ની મુન્શી આઈ.ટી.આઈ ની વિદ્યાર્થીની નાજીયા પટેલ પ્રથમ ક્રમાંકે આવતા ખુશી ની લહેર વ્યાપી હતી…..
ભરૂચ જીલ્લો એક પછી એક દરેક ક્ષેત્ર માં સિદ્ધિઓ હાસિલ કરતુ રહ્યું છે..અને આવા ગૌરવવંતા કાર્ય માં જેટલા યુવાનો આગણ છે એટલાજ પ્રમાણ માં યુવતીઓ પણ આગણ છે ..
વાત કંઈક આમ છે કે ગત ૨૦૧૬ ના વર્ષ માં N.C.V.T બોર્ડ દ્વારા લેવામાં આવેલ ગુજરાત રાજ્ય ની તમામ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓં માટે લેવામાં આવેલ ગુજરાત રાજ્ય કૌશલ્ય સ્પર્ધા માં ભરૂચ ના સફારી પાર્ક માં રહેતી અને હાજી એહમદ મુન્શી આઈ.ટી.આઈ.ની તાલીમાર્થી નાજીયા બશીર ભાઈ પટેલ રાજ્ય લેવલે પ્રથમ ક્રમાંક મેળવી ભરૂચ તથા સંસ્થા નું નામ રોશન કર્યું હતું ….
ગુજરાત રાજ્ય ની તમામ આઈ ટી આઈ ના કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પોગ્રામીંગ આસિસ્ટન્ટ વ્યવસાય માં પ્રથમ ક્રમે આવેલ તાલીમાર્થીઓની સુરત ખાતે ૨૭એપ્રીલ ૨૦૧૬ માં લેવાયેલ ગુજરાત રાજ્ય કૌશલ્ય સ્પર્ધા માં પ્રથમ ક્રમે પસંદગી પામેલ નાજીયા પટેલે એક વાતચીત માં જણાવ્યું હતું કે ATI મુંબઈ ખાતે તેણે ૧૦.૫.૨૦૧૬ ના રોજ અખિલ ભારતીય કૌશલ્ય પરીક્ષા માં પણ ભાગ લીધો છે જ્યાં પણ સમગ્ર દેશ ના વિદ્યાર્થી વચ્ચે આ પરીક્ષા યોજાઈ હતી જેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી ……
હાલ નાજીયા એ તેના માતા પિતા ના મળેલા સાથ સહકાર અને મહેનત ને બિરદાવી તેમજ તેના સંસ્થાનો તેમજ તેના ટીચર્સ અને સાથી મિત્રો નો આભાર માન્યો હતો…સાથે સાથે સમાજ ના લોકો ને પણ મહેનત સાથે શિક્ષણ અંગે નું માર્ગદર્શન આપ્યું હતું….હવે આપણે સહુ પણ આશા રાખ્યે કે અખિલ ભારતીય કૌશલ્ય પરીક્ષા ના પરીણામો માં પણ નાજીયા પ્રથમ ક્રમે આવે અને ભરૂચ જીલ્લા તેમજ રાજ્ય નું નામ કૌશલ્ય પરીક્ષા ક્ષેત્ર માં ગુંજતુ કરે તેવી શુભકામનાઓ પાઠવ્યે છે …..