ભરૂચ ના શક્તિનાથ વિસ્તાર માં રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત બાદ કોમી છમકલુ થતા એક સમયે શહેર માં પવન ના સુસવાટા વચ્ચે પણ વાતાવરણ ગરમાયુ હતું………
જાણવા મળતી માહિતી મુજબ ગત સાંજે ભરૂચ ના શક્તિનાથ વિસ્તાર માંથી ઉમરાજ ગામ નો યુવાન મકબુલ રશિક પટેલ બાઇક લઇ જઈ રહ્યો હતો દરમ્યાન રસ્તા માં રીક્ષા સાથે અકસ્માત નડ્યો હતો …સામાન્ય અકસ્માત માં મામલો થાળે પડી ગયા બાદ માં અચાનક શક્તિનાથ વિસ્તાર માં બાઈકો ઉપર મુસ્લીમ યુવાનો નું ટોળું આવી પહોંચ્યું હતું …
એક તરફ મુસ્લીમ યુવાનો નું ટોળું થતા હિન્દૂ યુવાનો પણ ભેગા થઇ ગયા હતા અને બાદ માં બેવ ટોળા સામ સામે આવી જતા તીક્ષણ હત્યારો વડે મારા મારી થઇ હતી જેમાં ૩.થી ૪ મુસ્લીમ યુવાનો ઘાયલ થયા હતા ….
સાંજ ના ૬ વાગ્યા ની આસપાસ વિસ્તાર માં કોમી છમકલુ થતા એક સમયે ભારે નાશભાગ ના દ્રશ્યો સર્જાયા હતા સાથે સાથે લોકો ના ટોળા ઘટના સ્થળ ઉપર નજરે પડતા હતા….સમગ્ર મારામારી ના બનાવ માં પગ માં તલવાર વાગતા ઈરફાન ગુલામ ઇટવાલા રહે ડુંગરી નાઓ ગંભીર રીતે ઘાયલ થયો હતો ..જયારે મકબુલ રશિક પટેલ રહે શેરપુરા.યાસીન અલી પટેલ.રહે મદની પાર્ક.અતિક અબાસ પટેલ.ને નાની મોટી ઇજા ઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા …
જયારે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ને થતા પી આઈ એન ડી ચૌધરી.સહીત નો કાફલો ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ કાબુ માં લીધી હતી ..બાદ માં ડી વાય એસ પી ચૌહાણ પણ મામલા ની ગભીરતા જોતા દોડી આવ્યા હતા …..
સમગ્ર ઘટના શહેર માં વાયુર્વેર્ગે પ્રસરતા સિવિલ હોસ્પિટલ ખાતે લોકો ના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા આમ શહેર માં રાત્રી ના સમયે સમગ્ર ઘટના બાદ પવન ના સુસવાટા વચ્ચે પણ અફવા બજાર ગરમ જણાય આવતું હતું……