ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમ ના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના વર્ગ ૧ & ૨ ના આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત માં ફરજ બજાવતા તમામ સરકારી તબીબો વર્ષોથી પડતર માંગણીઓના આદેશ ના થતા તા. ૦૪-૦૪-૨૦૨૨ થી રાજય વ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલ છે.
જેમાં ભરૂચ જિલ્લાના ના પણ કુલ ૯૦ થી વધુ તબીબો પણ જોડાતા સજ્જડ બંધ પાડવામાં આવેલ છે. જેથી આરોગ્ય સેવાઓ ઓપીડી, પોસ્ટમોર્ટમ, ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ ગયેલ છે.
માંગણીઓ:
૧) ૧-૭-૨૦૧૭ થી એન.પી. એ. એરિયર્સ સાથે ચૂકવણીનો સ્પષ્ટ આદેશ
૨) કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી કાયમી ડોકટરોની નિમણૂંક કરવી
૩) એન્ટ્રી પે કેન્દ્ર સરકાર મુજબ ૫૬,૧૦૦ મુજબ આપતો આદેશ
૪) લાંબા સમયથી મંજૂર થયેલ સેવા સળંગના અને સેવા વિનયમિત ના તાત્કાલિક આદેશો કરવા
૫) વર્ગ ૧ & ૨ ના ઉચ્ચતર પગાર ટીકુના સમયસર આદેશો
૬) વર્ષોથી વર્ગ -૧ ની ખાલી જગ્યાઓ ને તાત્કાલિક બઢતી કરી ભરવામાં આવે. સમયસર બઢતી થી ભરવામાં આવે.