Video: ફિલ્મ પર પ્રતિબંધ છતાં ‘FA9LA’ ના તાલે ઝૂમ્યા બિલાવલ ભુટ્ટો; ‘ધુરંધર’ ના ગીતે પાકિસ્તાનમાં મચાવી ધૂમ
સંગીતને કોઈ સરહદ હોતી નથી, અને પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટોની એક તાજેતરની પાર્ટીએ આ વાત ફરી સાબિત કરી દીધી છે. ભારતમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) ભલે પાકિસ્તાન અને ખાડી દેશોમાં પ્રતિબંધિત હોય, પરંતુ તેના ગીત ‘FA9LA’ એ ઈસ્લામાબાદના VIP ગલિયારાઓમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
શું છે વાયરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયા પર એક વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના વડા બિલાવલ ભુટ્ટો એક કાર્યક્રમમાં સ્ટેજ પર મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે, બેકગ્રાઉન્ડમાં અભિનેતા અક્ષય ખન્ના પર ફિલ્માવાયેલું સુપરહિટ ગીત ‘FA9LA’ જોરશોરથી વાગી રહ્યું છે. ઈન્ટરનેટ યુઝર્સ એ જોઈને હેરાન છે કે જે ફિલ્મને ‘પાકિસ્તાન વિરોધી’ ગણાવીને પડોશી દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે જ ફિલ્મનું ગીત બિલાવલની મહેફિલની શાન બની ગયું છે.
A song from #Dhurandhar was played during the entry of Pakistani politician Bilawal Bhutto — and that alone says a lot.
On one hand, cases are being filed against this film in Pakistani courts.
On the other hand, they’re openly playing its songs at public events. 😭
From films… pic.twitter.com/0iKROdlsL6
— CineAlpha (@CineAlpha1) December 17, 2025
દુવિધા: એક તરફ વિરોધ, બીજી તરફ ગીતના તાલે ઝૂમ્યા
મજાની વાત તો એ છે કે બિલાવલની પાર્ટી (PPP) એ જ કરાચીની અદાલતમાં આ ફિલ્મ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમનો આરોપ છે કે ફિલ્મમાં બેનઝીર ભુટ્ટોની તસવીરોનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેઓ મેકર્સ પર FIR કરવા સુધીની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ, તેમના જ કાર્યક્રમમાં ‘ધુરંધર’નું ગીત વાગતા લોકો સોશિયલ મીડિયા પર પાકિસ્તાની નેતાઓની બેવડી નીતિ પર મજાક ઉડાવી રહ્યા છે. વાયરલ ક્લિપ જોઈને એવું લાગે છે કે પાકિસ્તાનમાં ‘ધુરંધર’નો વિરોધ માત્ર કાગળ પર છે, કારણ કે જનતા અને નેતાઓ બંને ફિલ્મના બીટ્સ પર મંત્રમુગ્ધ છે.
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો દબદબો
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત આર. માધવન, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને સારા અર્જુન જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મે ભારતમાં તમામ રેકોર્ડ તોડતા 435 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મની વાર્તા અને એક્શનની સાથે સાથે તેના ગીતો પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં બોલિવૂડ ફિલ્મો પર પ્રતિબંધ હોવા છતાં, ત્યાંની જનતા ભારતીય સિનેમા અને સંગીતની કેટલી મોટી ચાહક છે તે આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. બિલાવલ ભુટ્ટોની આ પાર્ટીનો વીડિયો હાલ બંને દેશોમાં ચર્ચાનો વિષય બન્યો છે.