કેરળ જીતવા પીએમ મોદીનો ‘ગુજરાત ફોર્મ્યુલા’, વિકાસના કાર્યો સાથે જનતાના દિલ જીતવાની તૈયારી

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

કેરળને ગુજરાતવાળા ફોર્મ્યુલાથી જીતશે BJP! જાણો PM મોદીએ તેના વિશે શું જણાવ્યું?

વડાપ્રધાન મોદીએ કેરળને 4 નવી ટ્રેનોની ભેટ આપી છે. સાથે જ, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ હબનો શિલાન્યાસ પણ કર્યો હતો. જાણો પીએમ મોદીએ કેરળની રેલીમાં શું શું કહ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળના પ્રવાસે છે. આ દરમિયાન, PM મોદીએ કેરળમાં ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ હબનો શિલાન્યાસ કર્યો હતો. સાથે જ, પીએમ સ્વાનીધિ ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ કર્યું છે, જેનાથી ફેરિયાઓ અને લારી-ગલ્લા ધારકોને ફાયદો થશે. પીએમ મોદીએ તિરુવનંતપુરમમાં 3 નવી અમૃત ભારત ટ્રેનો (નાગરકોઈલ-મંગલુરુ, તિરુવનંતપુરમ-તાંબરમ, તિરુવનંતપુરમ-ચાર્લાપલ્લી) અને ત્રિશૂર અને ગુરુવાયુર વચ્ચે એક નવી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

- Advertisement -

કેરળમાં ચાલશે ગુજરાતનો ફોર્મ્યુલા?

PM મોદીએ કહ્યું કે, “કેરળમાં રહેલા ડાબેરી જૂથો કદાચ મને પસંદ ન કરે, તેમ છતાં મને હકીકત જણાવવા દો. 1987 પહેલા, ગુજરાતમાં BJP એક સીમાંત (નાની) પાર્ટી હતી. 1987માં BJPએ પહેલીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો મેળવ્યો હતો. બરાબર તે જ રીતે જેવી રીતે પાર્ટીએ તાજેતરમાં તિરુવનંતપુરમમાં જીત મેળવી છે. ત્યારથી ગુજરાતની જનતાએ અમને સેવા કરવાની તકો આપી છે, અને અમે દાયકાઓથી તે કરી રહ્યા છીએ. અમારી સફર ગુજરાતના એક શહેરથી શરૂ થઈ હતી, અને તેવી જ રીતે કેરળમાં પણ અમારી શરૂઆત એક શહેરથી થઈ છે. હું માનું છું કે આ દર્શાવે છે કે કેરળની જનતા ભાજપ પર વિશ્વાસ કરવા લાગી છે અને તે જ રીતે અમારી સાથે જોડાઈ રહી છે જે રીતે ક્યારેક ગુજરાતની જનતા જોડાઈ હતી.”

pm modi0.jpg

- Advertisement -

તિરુવનંતપુરમને Startup Hub બનાવવાની પહેલ

તિરુવનંતપુરમમાં PM મોદીએ કહ્યું, ‘આજે કેરળના વિકાસ માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને નવી ગતિ મળી છે. આજથી કેરળમાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. તિરુવનંતપુરમને દેશનું મોટું સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે પહેલ કરવામાં આવી છે. આજે કેરળથી સમગ્ર દેશ માટે ગરીબ કલ્યાણ સાથે જોડાયેલી એક મોટી શરૂઆત પણ થઈ રહી છે. આજે પીએમ સ્વાનીધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આનાથી દેશભરના રેહડી-પટરી અને ફૂટપાથ પર કામ કરતા સાથીઓને લાભ થશે.’

વિકસિત ભારત માટે આખો દેશ કરી રહ્યો છે કામ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારતના નિર્માણ માટે આખો દેશ મળીને કામ કરી રહ્યો છે. આ વિકાસમાં આપણા શહેરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા 11 વર્ષથી અમારી સરકારે શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.’

LDF-UDF થી મુક્તિ ઈચ્છે છે કેરળ- PM મોદી

PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, ‘આજે તિરુવનંતપુરમમાં BJP-NDA ની જનસભાને સંબોધવા માટે ઉત્સુક છું. તાજેતરમાં સંપન્ન થયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં આ શહેરે અમને જીત અપાવીને ઇતિહાસ રચી દીધો છે. એ સ્પષ્ટ છે કે કેરળ હવે LDF અને UDF વચ્ચે ચાલી રહેલી સાંઠગાંઠમાંથી મુક્ત થવા માંગે છે.’

- Advertisement -

રેલવે અને વિજ્ઞાન ક્ષેત્રે નવી ભેટ

  • રેલ કનેક્ટિવિટી: વડાપ્રધાને 4 નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવી, જેમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સામેલ છે. તેનાથી આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા વચ્ચે પ્રાદેશિક સંપર્ક મજબૂત થશે.
  • PM સ્વાનીધિ: યુપીઆઈ લિંક્ડ વ્યાજમુક્ત ક્રેડિટ સુવિધાથી ફેરિયાઓને તાત્કાલિક નાણાં મળશે અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળશે. મોદીએ કેરળના 1 લાખ લાભાર્થીઓને સ્વાનીધિ લોન પણ વિતરિત કરી.
  • ઇનોવેશન હબ: વિજ્ઞાન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે તિરુવનંતપુરમમાં CSIR-NIIST ઇનોવેશન, ટેકનોલોજી અને એન્ટરપ્રિન્યોરશિપ હબનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.