સરકારી તંત્રનું ભારે મૌન, રાજકીય નેતાઓની સીધી સંડોવણીની આશંકા, અધિકારીઓને શું વ્યવહાર કરવામાં આવે છે? તંત્ર ક્યારે જાગશે?
કચ્છમાં સફેદ મીઠાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. કચ્છમાં ભચાઉના કડોલ આવેલું છે, ત્યારે કચ્છના કાળા મીઠા માફિયાઓ રણ મેદાનને પણ છોડ્યું નથી, મીઠાના કાળા કારોબારને લીધે સેંકડો એકર જમીન બંજર બની રહી છે અને ઉપજાઉ જમીનને પણ મીઠાની ખારાશ લાગી ગઈ છે. આ અંગે તંત્રના પેટનું પાણી હલતું નથી. આ કાળા કારોબારમાં અધિકારીઓ અને નેતાઓની સીધી સંડોવણી હોવાથી અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે. મહત્વનું છે કે પીજીવીસીએલના અધિકારીઓ પણ લાખો રૂપિયા લઈને ગેરકાયદે ચાલતા અગરોમાં વીજ કનેક્શનનું જોડાણ કરી આપવામાં આવ્યું છે, તેમજ વન વિભાગે પણ ખારપાટની જમીન પર અગરો આપી દીધી હોવાનું પણ મનાઈ રહ્યું છે. અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં ગામ લોકોની કોઈ જ વાત સાભંળતા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
કચ્છનો લાંબો દરિયાકાંઠો અને રણ વિસ્તારમાં એકઠા થતા પાણીને સંગ્રહિત કરીને મીઠું પકવવાના વેપારમાં અચાનક એક દાયકામાં ઉછાળો આવ્યો છે. જેને પગલે અમુક વિસ્તારોમાં સરકારી અધિકારીઓ અને રાજકારણીઓનાં સીધા મેળાપીપણાને કારણે મીઠાના માફિયાઓએ બેરોકટોક લાખો હેક્ટરમાં દબાણ કરી દીધું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
અધિકારીઓ કેમ કરી રહ્યા છે માફિયાનો સપોર્ટ ?
મીઠા ઉત્પાદન માટે મંજુર થયેલી જમીનની આસપાસના વિસ્તરની જમીનમાં પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે, મીઠાના અગરો માટે 100 એકર જમીન મંજુર થયેલી હોય તો આસપાસની 25 હજાર એકર જેટલી જમીનો પર દબાણ કરાય છે, એટલું જ નહી કચ્છમાં કંડલા પોર્ટ, વન વિભાગ તેમજ રેવેન્યુની જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી મીઠું પકવવામાં આવે છે. વન વિભાગ, રેવેન્યુ,પોલીસ તેમજ GEB સહિત સરકારી વિભાગોની મિલીભગતથી આ કાળો કારોબાર ધમધમી રહ્યા છે. ભચાઉના કડોલમાં મીઠા માફિયાઓ દ્વારા દબાણ કરાયું છે. સરકારી વિભાગની પરવાનગી લીધા વગર મીઠાના અગરો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર મૌન સેવી રહ્યું છે જે અનેક શંકા ઉપજાવે છે. જેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે પ્રજાના હિતને બદલે અધિકારીઓ કેમ કરી રહ્યા છે માફિયાનો સપોર્ટ? મીઠા માફિયાનો પર્દાફાશ પછી પણ કચ્છ કલેક્ટરનું નથી હલતું પાણી? મીઠા મફિયા સામે મૌન રહેવા માટે શું કલેક્ટર પર છે રાજકીય દબાણ છે ? સમગ્ર મીઠા માફિયાગીરીનાં પર્દાફાશ પછી પણ શા માટે ઉચ્ચ અધિકારીઓ ડરી રહ્યા છે? શા માટે અધિકારીઓ મીઠા માફિયા સામે એકશન નથી લઇ રહ્યા? મીઠા માફિયાની જોહુકમી સામે કેમ કલેક્ટર મૌન સેવી રહ્યા છે?
મીઠા માફિયા બેનકાબ થયા છે છતા પણ કચ્છ કલેક્ટરનું ભેદી મૌન જોવા મળી રહ્યું છે. “સત્ય ડે” દ્વારા કુદરતી વહેણને મોટા પાળા બનાવીને દરિયાની ભરતીના પાણીને રોકીને કાળો કારોબાર કરી રહેલા મીઠા માફિયાઓ સામે કાર્યવાહીને લઈ તંત્રનું પેટનું પાણી પણ હાલ્યું નથી.25 કિલોમીટર સુધીના પાણીના નાળા બનાવીને જમીન સહિત પર્યાવરણને નુકશાન પહોંચડવામાં આવી રહ્યું હોવા સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો છતી થઈ રહી છે.
અહેવાલ પછી પણ કલેકટર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે કચ્છ કલેકટર મીઠા માફિયાને બચાવી રહ્યા હોવાની પણ શંકા સેવાઈ રહી છે. કલેક્ટરની નજર સામે જ બધું બનતું હોવા છતાં જિલ્લા કલેક્ટર મૌન સેવી રહ્યા છે. એટલું જ નહીં મીઠાના કાળા કારોબારને લીધે અહીં સાગરખેડુઓની સેંકડો એકર જમીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. મીઠા માફિયાઓએ ભચાઉના કડોલની વિશાળ જમીન પણ પચાવી પાડી, મીઠાનો કારોબાર કરતા આ માફિયાઓ સરકારી જમીન ઉપર પણ ગેરકાયદેસર અગરો બનાવી રહ્યા છે, આ કારોબારમાં મોટા નેતાઓ અને અધિકારીઓ જોડાયેલા હોવાથી મીઠાના માફીયાઓને ખુલ્લુ મેદાન બની ગયું છે.
ભચાઉના કડોલની કંઈ કેટલાય એકર સરકારી જમીનો પર ગેરકાયદેસર મીઠા માફિયાના દબાણો કરી લેવામાં આવ્યા છે. કચ્છના ભચાઉ કડોલ જ નહીં પણ ઘુડખર અભ્યારણ, શિકારપુર, માણાબા, સુરજબારી, હાજીપીર, લાખપર, મોટીચીરઇ, વોંધ, જંગી સહિતના વિસ્તારોમાં લાખો એકરમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે, સાથે જ કચ્છના ભચાઉ – રાપર વિસ્તારમાં પાંચ લાખ એકરમાં દબાણ કરી ગેરકાયદેસર મીઠું પકવવામાં આવે છે તેમજ ગેરકાયદેસર મીઠું ઉત્પાદન કરી મીઠા માફિયાઓ કરોડોની આવક મેળવી રહ્યા છે. સરકારી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે સવાલ છે.


