IND vs PAK: પાકિસ્તાનનો બહિષ્કાર! ભારત સામે મેદાનમાં ઉતરવાની પાડી મનાઈ

4 Min Read

IND vs PAK: પાકિસ્તાન કરશે ભારત સામે મેચનો બહિષ્કાર, પહેલીવાર નહીં અગાઉ પણ ENG, AUS સહિતની ટીમોએ લીધો છે આવો નિર્ણય

ICC T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટ જગતમાં ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાને ભારત સામે ગ્રુપ સ્ટેજ મેચ રમવાનો ઇનકાર કરતા સમગ્ર વિશ્વ ક્રિકેટમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મેચ 15 ફેબ્રુઆરી 2026ના રોજ કોલંબો (શ્રીલંકા) ખાતે રમાવાની હતી, પરંતુ પાકિસ્તાન સરકારના નિર્ણય બાદ હવે તે યોજાવાની નથી.

પાકિસ્તાન સરકારે 1 ફેબ્રુઆરીના રોજ સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનની ટીમને T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ભારત સામે મેદાનમાં ઉતરવાની મંજૂરી નથી. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે ભારતીય ઉપખંડમાં ક્રિકેટ બોર્ડ્સ વચ્ચે પહેલેથી જ તણાવની સ્થિતિ ચાલી રહી છે.

- Advertisement -

ind vs pak.jpg

ક્રિકેટ વિશ્વમાં ખળભળાટ

પાકિસ્તાનના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ભારત-પાકિસ્તાન મેચ માત્ર રમત નથી, પરંતુ કરોડો ફેન્સની લાગણીઓ સાથે જોડાયેલી હોય છે. આવા સંજોગોમાં મેચનો બહિષ્કાર ટૂર્નામેન્ટની રોમાંચકતા પર મોટો પ્રભાવ પાડે છે.

- Advertisement -

અગાઉ પણ થઈ ચૂક્યા છે આવા બહિષ્કાર

જોકે પાકિસ્તાનનો આ નિર્ણય ચર્ચાસ્પદ છે, પરંતુ ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વખત નથી જ્યારે કોઈ ટીમે સુરક્ષા, રાજકીય અથવા અન્ય કારણોસર કોઈ ખાસ મેચ અથવા સમગ્ર ટૂર્નામેન્ટમાંથી પોતાને દૂર રાખ્યું હોય.

1996 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકા જવાની ના પાડી

1996 ODI વર્લ્ડ કપ દરમિયાન શ્રીલંકામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. ટૂર્નામેન્ટ શરૂ થવા માત્ર બે અઠવાડિયા પહેલા કોલંબોમાં એક બેંક પર થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટમાં 91 લોકોના મોત થયા હતા. આ ઘટનાના પગલે સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમોએ શ્રીલંકા જઈને મેચ રમવાનો ઇનકાર કર્યો. બંને ટીમોએ જણાવ્યું કે તેમને શ્રીલંકા સામે રમવામાં કોઈ વાંધો નથી, પરંતુ ખેલાડીઓની સુરક્ષા સૌથી અગત્યની છે. પરિણામે, શ્રીલંકાને બંને મેચમાં વોકઓવર મળ્યો.

- Advertisement -

રસપ્રદ વાત એ હતી કે આ વિવાદ છતાં, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝત્રણે ટીમો આગળના રાઉન્ડમાં પહોંચી હતી, અને અંતે શ્રીલંકાએ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો.

2003 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડે ઝિમ્બાબ્વે સામે મેચનો બહિષ્કાર કર્યો

2003 ODI વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડને ઝિમ્બાબ્વે સામે હરારેમાં મેચ રમવાની હતી. તે સમયે બ્રિટનના વડાપ્રધાન ટોની બ્લેર અને ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે વચ્ચે રાજકીય તણાવ ચરમસીમાએ હતો.

ઇંગ્લેન્ડ ટીમને ગંભીર સુરક્ષા ખતરા અંગે માહિતી મળી હતી, તેમજ મેચ પહેલા ધમકીઓ પણ મળ્યાની વાત સામે આવી હતી. આ સંજોગોમાં નાસિર હુસેનની કેપ્ટનશિપ હેઠળની ઇંગ્લેન્ડ ટીમે ઝિમ્બાબ્વે જવાનું રદ કર્યું.

પરિણામે, ઝિમ્બાબ્વેને વોકઓવર મળ્યો અને ઇંગ્લેન્ડ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ. આ નિર્ણય એ સમયના સૌથી વિવાદાસ્પદ ક્રિકેટ નિર્ણયોમાંથી એક માનવામાં આવે છે.

ind vs pak11.jpg

2003 વર્લ્ડ કપ: ન્યૂઝીલેન્ડે કેન્યા જવાની ના પાડી

એ જ 2003 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ટીમે પણ કેન્યા સામે નૈરોબીમાં મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે તેમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી હતી કે નૈરોબીમાં આતંકવાદી હુમલાનો ખતરો છે.

ખેલાડીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ન્યૂઝીલેન્ડે કેન્યા જવાનું ટાળ્યું, જેના પરિણામે કેન્યાને વોકઓવર મળ્યો. આ વર્લ્ડ કપમાં કેન્યાએ શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો, જે આજે પણ વર્લ્ડ કપની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ગણાય છે.

પાકિસ્તાનનો નિર્ણય: ઇતિહાસની કડી?

આ તમામ ઉદાહરણો બતાવે છે કે ક્રિકેટમાં સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિઓને કારણે પહેલા પણ અનેક વખત ટીમોએ મેચ રમવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનનો ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય પણ એ જ ઇતિહાસની એક કડી તરીકે જોવામાં આવી રહ્યો છે.

હવે સૌની નજર ICCના અંતિમ નિર્ણય પર છે કે તે આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે અને ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે શું નિર્ણય લેવાશે.

Share This Article