સુરત માં ટ્રાવેલ્સ ની બસ માં આગ લાગતા દોડધામ મચી ગઈ છે ફાયર બ્રિગેડ નો કાફલો આગ બુઝાવવા અને રેસ્ક્યુ માં જોડાયો છે.
સુરત શહેર માં મુસાફરો થી ભરેલી એક બસ ભડભડ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ છે.
મીની સૌરાષ્ટ્ર ગણાતા સુરત ના હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસ સળગી ઊઠી છે. બસ ચાલુ હતી ત્યારે જ અચાનક લક્ઝરી બસ સળગી ઊઠતા બસમાંથી મુસાફરો ને રેસ્ક્યુ કરાઈ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે એક મહિલા અને બાળકી સહિત બે ના મોત થયા હોવાની પણ વાત સામે આવી છે જ્યારે પાંચ ને ઇજા થઇ હોવાની વાત છે
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ACનું કોમ્પ્રેસર ફાટતા આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યારે, ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતા રાજધાની સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના ને લઈ ભારે ચકચાર ફેલાઈ ગઇ છે.