Video: ભેંસે જંગલના રાજાની શાન ઠેકાણે લાવી દીધી, એવી હિંમત બતાવી કે સિંહ પણ ફફડી ઉઠ્યો
જંગલમાં ક્યારેક એવી ઘટનાઓ જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. શું તમે ક્યારેય કલ્પના કરી છે કે સિંહ કોઈ ભેંસથી ડરી જાય? કદાચ નહીં, પરંતુ આ વીડિયોમાં કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું છે. એક ભેંસે જંગલના રાજાની હાલત ખરાબ કરી દીધી.
સિંહ એક એવું પ્રાણી છે જેને જોતા જ જંગલના મોટા ગજાના જાનવરોને પણ પરસેવો છૂટી જાય છે. એવામાં વિચારો કે જો સિંહ કોઈના પર હુમલો કરે તો શું થાય? જોકે, કેટલાક પ્રાણીઓ એવા પણ હોય છે જે પોતાની હિંમતથી સિંહની પણ હાલત બગાડી નાખે છે. સોશિયલ મીડિયા પર આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. હકીકતમાં, આ વીડિયોમાં એક સામાન્ય દેખાતી ભેંસ એવી હિંમત બતાવે છે કે સિંહને પણ પાછા હઠવું પડ્યું. સામાન્ય રીતે સિંહની સામે મોટા પ્રાણીઓ ગભરાઈ જાય છે, પરંતુ આ ભેંસે ડરને જ પોતાની તાકાત બનાવીને સૌને હેરાન કરી દીધા.
વીડિયોની શરૂઆત જંગલના એક ખુલ્લા મેદાનથી થાય છે, જ્યાં એક ભેંસ ઉભેલી જોવા મળે છે અને તેની સામે જંગલનો રાજા હોય છે. ભેંસ એકલી હોવાથી અને આસપાસ કોઈ ટોળું ન હોવાથી, સિંહે આ તકનો ફાયદો ઉઠાવવાનું વિચાર્યું. તેણે ભેંસને નબળી સમજી તેના પર હુમલો કર્યો, પરંતુ ભેંસ પણ હિંમતવાળી નીકળી. તેણે એવો વળતો પ્રહાર કર્યો કે સિંહને પણ પાછળ હઠવાની ફરજ પડી. સિંહને કદાચ અંદાજ નહોતો કે જે શિકારને તે નબળો સમજે છે, તે જ તેના પર ભારે પડી જશે. આ નજારો જંગલની શક્તિનું એક અલગ જ રૂપ રજૂ કરે છે.
The African buffalo be like: “Not today, buddy! You ain’t eating me!” 🐃😤
No voiceover, no fancy effects — just authentic wild drama in real time, showing that courage and grit alone can send the lion king fleeing! 🔥 pic.twitter.com/JEdRIgdzPI
— Beauty of music and nature 🌺🌺 (@Axaxia88) January 15, 2026
ભેંસે બતાવી અદભૂત હિંમત
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર @Axaxia88 નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, ‘આફ્રિકન ભેંસ: આજે નહીં મિત્ર! તું મને નહીં ખાઈ શકે. કોઈ વોઈસઓવર નહીં, કોઈ ફેન્સી ઈફેક્ટ નહીં – બસ અસલી વાઈલ્ડ ડ્રામા, જે દર્શાવે છે કે માત્ર હિંમત અને જુસ્સો સિંહ જેવા રાજાને પણ ભગાડી શકે છે.’
માત્ર 17 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયો લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. કોઈએ કહ્યું કે ‘આને કહેવાય અસલી હિંમત’, તો કોઈએ લખ્યું કે ‘જ્યારે જીવ પર આવી બને ત્યારે નબળામાં નબળું પાત્ર પણ શક્તિશાળી બની જાય છે’.