સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ૫ મેડલ જીતનાર છોટાઉદેપુરના દિવ્યાંગ ખેલાડીઓની કલેકટરશ્રી ગાર્ગી જૈન સાથે મુલાકાત

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
1 Min Read

રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ મેળવનાર છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓનું કલેકટર કચેરી ખાતે સન્માન

છોટાઉદેપુર જિલ્લાના મનો દિવ્યાંગ ખેલાડીઓએ શારીરિક અને માનસિક મર્યાદાઓને પાર કરી રાષ્ટ્રીય ફલક પર ગુજરાતની શાન વધારી છે. હરિયાણાના રોહતકમાં આયોજિત ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત નેશનલ ચેમ્પિયનશીપ એથ્લેટિક્સ’માં જિલ્લાના બે તેજસ્વી સિતારાઓએ પોતાની પ્રતિભાના જોરે કુલ ૫ મેડલ હાંસલ કર્યા છે. ખેલાડી ચારણ પ્રવીણભાઈ રાજુભાઈ અને રાઠવા ઉર્મિલાબેન સંજયભાઈએ મેદાન પર જે પરાક્રમ દાખવ્યું છે, તેનાથી સમગ્ર આદિજાતિ પંથકમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. આ સિદ્ધિ બદલ જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈને ખેલાડીઓને કચેરીએ આમંત્રિત કરી તેમનું સન્માન કર્યું હતું.

Chhota Udepur Special Olympics Medal Winners 2026.jpeg

સાધના અને સમર્પણનું મીઠું ફળ

કલેક્ટર ગાર્ગી જૈને ખેલાડીઓ સાથે સંવાદ સાધતા તેમના અદમ્ય ઉત્સાહ અને દ્રઢ મનોબળની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો દિવ્યાંગ બાળકો પણ અશક્યને શક્ય કરી બતાવે છે. આ સફળતામાં કોચિંગ સ્ટાફ અને વાલીઓના મજબૂત ટેકાની પણ કલેક્ટરે સરાહના કરી હતી. રાષ્ટ્રીય સ્તરે મેળવેલા આ મેડલ્સ એ સાબિત કરે છે કે જો મનમાં જીતવાનો સંકલ્પ હોય તો કોઈ પણ બાધા રોકી શકતી નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ખેલાડીઓને ભવિષ્યમાં પણ તમામ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.