બાળવાર્તા સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને સ્કૂલબેગ આપી પ્રોત્સાહિત કરાયા
ધરમપુર તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા માકડબંધ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી જેમાં ઉદ્ઘાટન સમારંભમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતિ કૌશરબેન તથા બી. આર .સી. કો.ઑ. શ્રી પ્રકાશભાઈ પટેલ તેમજ યજમાન શાળાના આચાર્યશ્રી રોબનભાઈ પટેલ અને બીટ નિરક્ષકશ્રી , સી.આર.સી મિત્રો,કેન્દ્ર શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા,

ધરમપુર તાલુકામાંથી કુલ 60
બાળકોએ ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપેરેટરી સ્ટેજ અને મિડલ સ્ટેજમાં ભાગ લીધો હતો. આ વાર્તા કથન સ્પર્ધામાં ફાઉન્ડેશનલ સ્ટેજમાં પ્રથમ નંબર કૃતિક કુમાર સતિષભાઈ બોડસા -નાની કાંગવી પ્રાથમિક શાળા. અને પ્રિપેરેટરી સ્ટેજમા તનિષા પરેશકુમાર પરમાર ગુંદિયા પ્રાથમિક શાળા તથા મિડલ સ્ટેજમાં આયુષીકુમારી હસમુખભાઈ હરકણીયા આસુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વિજેતા થયા હતા .જે બાળકો વિજેતા થયા તેઓ હવે પછી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ધરમપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.આ કાર્યક્રમમાં નીતિનભાઈ આહીર અને ચેતનભાઇ આહીર દ્વારા દરેક બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી હતી.તેમજ દરેક વિભાગમાં પ્રથમ. દ્રિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ બાળકોને કેતનભાઇ ગરાસીયા તરફથી ટ્રોફી આપવામાં આવી. દરેક બાળકો તેમની પ્રતિભા મુજબ હંમેશા આગળ વધે એવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૌશર બેન અને બી આર સી કો.ઓર્ડીનેટર પ્રકાશભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી.