આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર ૫૦૦ રન પુરા કરનારો પહેલો બેટ્સમેન બન્યો હતો. વોર્નરે લોર્ડસના મેદાન પર ઇંગ્લેન્ડ સામે પોતાની ૫૩ રનની ઇનિંગ દરમિયાન આ મુકામ મેળવ્યો હતો. તેણે હાલના વર્લ્ડ કપમાં બે સદી અને ત્રણ અર્ધસદી ફટકારી છે. વોર્નરે ૭ મેચની ૭ ઇનિંગમાં ઍકવાર નોટઆઉટ રહીને ૮૩.૩૩ની ઍવરેજે ૫૦૦ રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૧૬૬ રહ્યો છે. વોર્નર ઉપરાંત ફિન્ચ, શાકિબ, વિલિયમ્સન, રૂટ અને રોહિતે પણ ૨-૨ સદી ફટકારી છે.
અહીંના લોર્ડસના મેદાન પર ઇંગ્લીશ ટીમના ચાહક દર્શકોઍ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન જ્યારે ડેવિડ વોર્નરે પોતાની અર્ધસદી પુરી કરી ત્યારે દરેક ખેલાડી કરે છે તે રીતે તેણે અભિવાદન સ્વીકારવા બેટ ઉંચી કરી પણ દર્શકોઍ તેના માટે તાળી વગાડી નહોતી અને તેમની ઍ મામલે ચોમેરથી ટીકા થઇ રહી છે.
વોર્નરે જ્યારે અર્ધસદી ફટકારીને બેટ ઉંચી કરી ત્યારે દર્શકોઍ તાળી વગાડી નહોતી, જા કે ડ્રેસિંગ રૂમના તેના સાથી ખેલાડીઓ અને ટીમના કોચ તેમજ સપોર્ટ સ્ટાફ સહિતના લોકોઍ તાળી વગાડીને તેને વધાવ્યો હતો, પણ સ્ટેડિયમમાં હાજર દર્શકોઍ કોઇ પ્રતિક્રિયા આપી નહોતી.
વર્લ્ડ કપ ૨૦૧૯ના ટોપ ૫ બેટ્સમેન
બેટ્સમેન દેશ કુલ રન ઍવરેજ
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા ૫૦૦ ૮૩.૩૩
એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા ૪૯૬ ૭૦.૮૬
શાકિબ અલ હસન બાંગ્લાદેશ ૪૭૬ ૯૫.૨૦
જો રૂટ ઇંગ્લેન્ડ ૪૨૪ ૮૪.૮૦
કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડ ૩૭૩ ૧૮૬.૬૦