દિલ્લી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકાની સામે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાય રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે બેવડી સદી ફટકારી દીધી છે. આ તેની બીજી સતત બેવડી સદી છે. તેમણે નાગપુર ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. સતત 2 ટેસ્ટ મેચમાં બે બેવડી સદી ફટકારનાર તેઓ બીજા ભારતીય બન્યા છે. આની પહેલાં વિનોદ કાંબલી આ કારનામું કરી ચૂકયા છે. વિરાટની બેવડી સદીની કુલ સંખ્યા 6 થઇ ગઇ છે અને કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે. પાછલી ટેસ્ટમાં તેમણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાની બરાબરી કરી હતી.
સુકાની તરીકે 6 બેવડી સદી ફટકારનાર વિરાટ કોહલી વિશ્વનો પહેલો ખેલાડી
દિલ્લીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર ચાલી રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા શ્રેણીમાં બીજી અને સુકાની તરીકે કારકિર્દીમાં છટ્ઠી બેવડી સદી ફટકારી હતી. છટ્ઠી બવડી સદી ફટકારીને વિરાટ કોહલીએ વધુ એક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સુકાની તરીકે વિરાટ કોહલીએ છટ્ઠી બેવડી સદી ફટકારી હતી. આવી કરનાર તે વિશ્વનો પહેલો સુકાની બની ગયો છે.
સુકાની તરીકે બેવડી સદી ફટકારનારાઓ લીસ્ટ આ પ્રમાણે છે.
1) વિકાટ કોહલી 6 બેવડી સદી
2) બ્રાયન લારા 5 બેવડી સદી
3) ડોન બ્રેડમેન 4 બેવડી સદી
4) ગ્રીમ સ્મીથ 4 બેવડી સદી
5) માઇકલ ક્લાર્ક 4 બેવડી સદી
સચિન – સહેવાગની બરાબરી
સૌથી વધુ બેવડી સદી ફટકારવાના મામલામાં વિરાટ એ સચિન અને સહેવાગની બરાબરી કરી લીધી છે. ખાસ વાત એ છે કે વિરાટ એ 5 બેવડી સદી છેલ્લાં 15 મહિનામાં જ કરી છે. સચિન અને સહેવાગ પણ ટેસ્ટ ક્રિકેટમાં 6-6 બેવડી સદી ફટકારી ચૂકયા છે. વર્લ્ડ ક્રિકેટની વાત કરીએ તો સૌથી વધુ બેવડી સદી ઑસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડૉન બ્રેડમૈન એ ફટકારી છે. તેમના નામે 12 બેવડી સદીનો રેકોર્ડ છે. 11 બેવડી સદીની સાથે શ્રીલંકાનો કુમાર સંગાકરા બીજા નંબર પર છે.
ટેસ્ટમાં 5000 રન પૂરા કરી ચૂકયા છે વિરાટ
આની પહેલાં વિરાટ એ શનિવારના રોજ ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 16000 રન બનાવનાર ખેલાડી બની ગયા. વિરાટ 63 ટેસ્ટ મેચોમાં 20 સદી અને 13 અડધી સદી ફટકારી છે. જ્યારે તેમની સરેરાશ 52થી વધુની છે. વન ડે ક્રિકેટની વાત કરીએ તો વિરાટ એ 202 મેચમાં 9030 રન બનાવી લીધા છે, જેમાં 32 સેંચુરી અને 45 હાફ સેંચુરી સામેલ છે.