સુરતના આંગણે રમાયેલી દક્ષિણ આફ્રિકન મહિલા ટીમ અને બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન વચ્ચેની બીજી પ્રેક્ટિસ મેચમાં પ્રવાસી ટીમે 83 રને વિજય મેળવીને પ્રવાસની વિજય સાથે શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકન મહિલા ટીમે લીઝેલ લીની અર્ધસદી અને પ્રીઝના 40 રનની મદદથી 5 વિકેટના ભોગે 175 રન બનાવ્યા હતા અને તે પછી શબનમ ઇસ્માઇલ અને સુન લ્યૂસની જોરદાર બોલિંગ કારણે બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન માત્ર 91 રનમાં તંભુભેગી થતાં પ્રવાસી ટીમ 83 રને મેચ જીતી હતી.
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવ લીધો હતો અને લીઝેલ લીએ 48 બોલમાં 65 રન જ્યારે પ્રીઝે 18 બોલમાં 40 રનની તોફાની ઇનિંગ રમી હતી. બોર્ડ પ્રેસિડન્ટ વતી 7 ખેલાડી બે આંકડે પણ પહોંચી નહોતી જ્યારે ભારતી ફુલમાલી 14 બોલમાં 23 રન કરીને ટોપ સ્કોરર રહી હતી. તેના સિવાય માનસી જોશીએ 20 જ્યારે દેવિકા વૈદ્યએ 19 રન કર્યા હતા. તરન્નુમ પઠાણે 15 રન કર્યા હતા.