શાહ એન. એચ. કોમર્સ કોલેજ: વિદ્યાર્થીઓ માટે ક્રિકેટનો મહાકુંભ
વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ પ્રિમિયર લીગનું આયોજન કોલેજ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓની કુલ આઠ ટીમોના ઓનર(માલિક) નક્કી કરી ઓકશન (હરાજી) કરવામાં આવ્યું હતું. આ ટીમોની લીગ મેચો રમાડી આઇપીએલ થીમ મુજબ ક્વોલીફાયર ૧, એલિમિનેટર બાદ ફાઈનલ સ્પર્ધા શ્રી ક્રિષ્ના ઇલેવન અને મોતીવાડા લાયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં શ્રી ક્રિષ્ના ઇલેવન ચેમ્પિયન અને મોતીવાડા લાયન્સ રનર્સ અપ બની હતી. વિજેતા ટીમોને ટ્રોફી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રો. વિજયકુમાર ચાંપાનેરી, ટ્રોફીના સ્પોન્સર ભરતભાઈ બલસારા, સિનિયર અધ્યાપક પ્રોફેસર કે. સી. પટેલ અને આર જી પવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર સ્પર્ધાનું સંચાલન કોલેજના જીમખાના અધ્યક્ષ ડો. મુકેશભાઈ કે. પટેલ અને કોલેજ ક્રિકેટ ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
