આમોદ તાલુકાના વેડચા ગામે મંગળવારે બપોરના સમયે બે પ્રેમી પંખીડાઓએ ખેતરમાં પહોંચી ઝેરી દવા ગટગટાવી જતાં તેમને સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા
ત્યાર બાદ વઘુ સારવાર અર્થે રીફર કરાયા હતા.જે પૈકી યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમોદ પોલીસે સૌપ્રથમ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આમોદ તાલુકાના વેડચા ગામે રહેતા બે પ્રેમી પંખીડા પૈકી યુવક વિષ્ણુ રાજુભાઇ રાઠોડ જે પરિણીત છે જ્યારે યુવતી દીપિકા મુકેશ રાઠોડ કુંવારી છે.
જે બે વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગત બપોરના સમયે મજૂરી કામે જવાનું કહીને બંને પ્રેમી પંખીડાએ વેડચા ગામે આવેલા ડિમ્પલભાઈ પટેલના ખેતરમાં જઈને ઝેરી દવા ગટગટાવી હતી. જે બાબતે વેડચા ગામના સરપંચને જાણ થતાં તેમણે ૧૦૮ ને કોલ કરીને બોલાવતા બંનેને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં.
જ્યાં સારવાર દરમિયાન દીપિકા મુકેશ રાઠોડનું મોત થયું હતું. આમોદ પોલીસે સૌપ્રથમ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી, ત્યાર બાદ યુવતીનું મોત થતાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.