ઘોઘાના દરિયાકિનારે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરાયુ ઘોઘા ગુજરાત રાજ્યમાં સૌથી લાંબો ૧૬૦૦ કિમીનો રમણીય લાગતો દરીયા કાંઠો સુરક્ષાની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓને જોતાં ઘોઘા દરિયાકિનારે ૨ દિવસીય સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૯૨માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે, ૨૬-૧૧નો હુમલો, જે માટે ગુજરાતના દરીયાઈ માર્ગનો ઉપયોગ થયો હતો. જેથી ફરી આવા બનાવો નહીં બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે, ત્યારે ઘોધામાં આજથી શરૂ થયેલી બે દિવસીય સાગર કવાયતમાં નેવી. કોસ્ટગાર્ડ કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી પોલીસ,ઘોઘા પોલીસ સહીતની એજન્સીઓ જોડાઈ છે. દરીયાની અંદર, દરીયા કાંઠે તેમજ દરીયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષ્ણખોરી કે, હથિયાર લઈને પહોચે તો સુરક્ષા જવાનોએ અન્ય શકે, તે માટે મોડ્રિલ થઈ રહી છે.ત્યારે “સાગર સુરક્ષા કવચ” અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. . . .
Saturday, May 18