આજના શિક્ષિત સમાજમાં પણ દહેજનું દૂષણ ઓછું થવાના બદલે વધી રહ્યું છે અમદાવાદમાં દહેજના દૂષણથી પરીણિતાઓનો સંસાર તૂટી રહ્યો હોવાની અનેક કિસ્સાઓ પોલીસ સુધી પહોંચી રહ્યા છે શાહીબાગમાં રહેતી પરિણિતાના લગ્નના એક વર્ષમાં જ દહેજના દૂષણના કારણે સુખી સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મોબાઇલમાં અન્ય મહિલાના મેસેજ અને કમ્પ્યુટરમાં મહિલાના ફોટા પત્ની જોઇ જતાં પતિના અન્ય સ્ત્રી સાથેના સબંધનો ભાંડો ફૂટયો જેને લઇને પતિ-પત્ની વચ્ચે ઝગડા ઉભા થયા અને પતિ સ્વીકારવા તૈયાર ન હતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો.કેસની વિગત પ્રમાણે શાહીબાગ વિસ્તારમાં રહેતી 28 વર્ષની મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ગુનો નોંધ્યો ગયા વર્ષ મહિલાના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્નના બે મહિના બાદ ઘરના કામકાજમાં નાનીમોટી બાબતે તકરાર કરીને મહિલાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને સાસરીવાળા તરફ થી વારવાર દહેજની માંગ કરવામાં આવતી હતી એક દિવસ પત્નીએ પતિના મોબાઇલમાં અન્ય સ્ત્રીના મેસજ અને કમ્પ્યુટરમાં ફોટા જોઇ જતાં પતિ -પત્ની વચ્ચે તકરાર વધી હતી.
બીજીબાજુ સાસરી વાળા પણ મહિલાને રસોડામાં પણ જવા દેતા નહોતા અને તારા હાથનું કામ ગમતુ નથી તેમ કહીને માનસિક શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાના સગા અને સાસરીવાળા સગા સબંધી ભેગા થયા હતા આ સમયે પતિના પ્રેમ સબંધને લઇને પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને બધાની હાજરીમાં લાફો મારી દીધો હતો ત્યારથી મહિલા પોતાના પિયરમાં રહેવા ગઇ હતી સમય જતાં પતિ લેવા ના જતા અને છૂટાછેડા માટે દબાણ કરતા હોવાથી આખરે કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.