હરિયાણાની નૂહની આગ રાજસ્થાન સુધી પહોંચી છે. ભિવડીમાં કેટલાક લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે.
હરિયાણાના નૂહ જિલ્લામાં હિંસાની આગ હવે રાજસ્થાન સુધી પહોંચી છે. રાજસ્થાનના ભીવાડીમાં માંસની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ કેસમાં અડધો ડઝન લોકોની અટકાયત કરવામાં આવી છે. મંગળવારે ભીવાડીમાં અલવર બાયપાસ પર આવેલી માંસની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન તોડફોડ થતી જોઈને દુકાનમાં બેઠેલા લોકો જીવ બચાવવા સ્થળ પરથી ભાગી ગયા હતા.