હળવદના ચાડધ્રા ગામે ખનીજ ચોરી મામલે મોટી કાર્યવાહી, સ્ટેટ મોનીટરીંગ સેલની કામગીરી શરુ
હળવદના પંથકમાં બેફામ રેતી ચોરીની અનેક ફરિયાદો સામે આવતી હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નાં આવતા ખનીજ ચોરો બેરોકટોક ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે ગત રાત્રીના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હળવદના ચાડધ્રા ગામે દરોડો પાડવામાં આવતા ખનીજ ચોરીમાં ફફડાટ ફેલાયો છે
હળવદમાં બેફામ રીતે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હળવદના ચાડધ્રા ગામે ખનીજ ચોરો પર દરોડા પાડ્યા હતા જ્યાં સાત હિટાચી, ૧૫ ડમ્પર, બાઈક અને કાર સહિતનો મુદામાલ હાલમાં જપત કરવામાં આવ્યો છે તો રોયલ્ટી વિના થયેલ ખનીજના ખનન માપવાની કામગીરી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે જો કે ખાણ ખનીજ વિભાગની ટીમને નિદ્રામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ખનીજની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની સુત્રોમાંથી માહિતી મળી હતી હાલ પણ કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી પૂર્ણ થયા બાદ કોના દ્વારા ખનીજ ચોરી કરવામાં આવતી હતી અને કેટલી ખનીજ ચોરી થઇ છે તે તમામ માહિતી કાર્યવાહી બાદ સામે આવી શકાશે
હળવદમાં બેફામ રીતે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હળવદના ચાડધ્રા ગામે ખનીજ ચોરો પર દરોડા પાડ્યા હતા જ્યાં ૧૦ હિટાચી, ૧૩ ડમ્પર,૧૩ બોટ,૫ બાઈક અને ૧ કાર, ૧ ટ્રેક્ટર, ૧ ડોઝર સહિતનો મુદામાલ જપત કરવામાં આવ્યો છે.તેમજ ૨૫ આરોપીઓને ડીટેઈન કરવામાં આવ્યા હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલના કે ટી કામરીયા પાસેથી માહિતી મળી હતી. તો રોયલ્ટી વિના થયેલ ખનીજના ખનન માપવાની કામગીરી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે