રોમાન્સ અને કૌટુંબિક સુખનો મહાસંયોગ, કઈ રાશિના ઘરમાં આવશે ખુશીઓ?
આજે 15 જૂન 2026, સોમવાર છે. જ્યોતિષીય ગણતરી મુજબ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે અધિક જેઠ કૃષ્ણ પક્ષની અમાસ તિથિ રાત્રે 08:45 સુધી રહેશે, ત્યારબાદ શુદ્ધ જેઠ શુક્લ પક્ષની પડવો (પ્રતિપદા) તિથિ શરૂ થશે.
ગ્રહોના ગોચરની વાત કરીએ તો, આજે સવારે 09:36 સુધી ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે અને ત્યારબાદ બુધની રાશિ મિથુન માં પ્રવેશ કરશે. સૂર્યદેવ વૃષભ રાશિમાં બિરાજમાન છે, જ્યારે કર્ક રાશિમાં ગુરુ અને શુક્રની યુતિ આર્થિક અને પારિવારિક સુખ માટે ઉત્તમ યોગ બનાવી રહી છે. મંગળદેવ પોતાની સ્વરાશિ મેષમાં ઉર્જાનો સંચાર કરી રહ્યા છે, તો શનિદેવ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં સ્થિત છે. ચાલો જાણીએ કે ગ્રહોની આ બદલાતી ચાલ તમારી રાશિ માટે શું સંકેત આપી રહી છે.
મેષ રાશિ (Aries)
આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો આપનારો રહેશે. ચંદ્રનું ગોચર તમારા બીજા અને ત્રીજા ભાવમાં થશે. કાર્યક્ષેત્રમાં આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે, નહીં તો સહકર્મીઓ સાથે વગર કારણે વિવાદ થઈ શકે છે. વેપારમાં કોઈપણ પ્રકારનું રોકાણ સમજી વિચારીને કરવું. લવ લાઈફમાં મધુરતા જાળવી રાખો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે ગળા કે કાનમાં તકલીફ થઈ શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને કોઈને ઉધાર આપવાનું ટાળો.
વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ લઈને આવ્યો છે. ચંદ્ર તમારી જ રાશિમાંથી નીકળીને બીજા ભાવમાં જશે. નોકરીયાત લોકોના કામની પ્રશંસા થશે અને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. બિઝનેસમાં સારો નફો થવાના યોગ છે, નવા પ્રોજેક્ટ્સ સફળ રહેશે. લવ લાઈફમાં પાર્ટનર સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને ભાઈઓની મદદથી અટકેલા કામ સરળતાથી પૂરા થઈ જશે.
મિથુન રાશિ (Gemini)
આજે ચંદ્ર તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતાના વખાણ થશે. વેપારના વિસ્તરણની યોજનાઓ આજે સફળ થઈ શકે છે. પ્રેમ જીવનમાં આજનો દિવસ ખૂબ જ સુખદ રહેશે, જીવનસાથીનો પૂરો સાથ મળશે. તમે માનસિક રીતે ખુદને મજબૂત અનુભવશો. સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે અને પરિવાર સાથે ઉત્તમ સમય પસાર થશે.
કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો દોડધામ અને વ્યસ્તતાથી ભરેલો હોઈ શકે છે. ચંદ્ર તમારા 11મા અને 12મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે, જેનાથી થાક અનુભવાશે. આજે કોઈપણ પ્રકારના મોટા રોકાણ કે લેવડદેવડથી બચવું, નુકસાનની આશંકા છે. માનસિક શાંતિ માટે થોડો સમય ધ્યાન કે દાન-પુણ્યમાં વિતાવો.
સિંહ રાશિ (Leo)
આજે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો. કરિયરમાં તમને મોટી સફળતા કે પ્રશંસા મળી શકે છે. બિઝનેસમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી છે. લવ લાઈફમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પરસ્પર વાતચીતથી સંબંધો સુધરશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે. તમારો આત્મવિશ્વાસ આજે સાતમા આસમાને રહેશે, જેથી મુશ્કેલ કામ પણ તમે ચપટીમાં ઉકેલી નાખશો.
કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને સકારાત્મક રહેવાનો છે. ચંદ્રનું ગોચર તમારા નવમા અને દસમા ભાવમાં હોવાથી ભાગ્યનો પૂરો સાથ મળશે. બિઝનેસમાં લાભની નવી તકો હાથ લાગશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. લવ લાઈફ અને પારિવારિક જીવનમાં શાંતિ અને પ્રેમ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ સર્વશ્રેષ્ઠ છે.
તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકારજનક હોઈ શકે છે. ઓફિસમાં કામનું દબાણ વધવાને કારણે તમે શારીરિક અને માનસિક રીતે થાક અનુભવી શકો છો. વેપારમાં આજે કોઈ મોટું જોખમ ન લેવું. જીવનસાથી કે લવ પાર્ટનર સાથે નાની-મોટી ગેરસમજ થઈ શકે છે, તેથી વાતચીતમાં ધીરજ રાખવી. પૂરતી ઊંઘ લો અને તણાવથી બચવા માટે યોગનો સહારો લો.
વૃશ્ચિક રાશિ (Scorpio)
તમારા માટે આજનો દિવસ પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાના યોગ છે. જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેમને સારો નફો મળી શકે છે. લવ લાઈફ શાનદાર રહેશે, પાર્ટનર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે તાજગી અનુભવશો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે.
ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ પર વધુ પડતો આધાર ન રાખવો, તમારા કામ જાતે જ પૂરા કરવાનો પ્રયાસ કરો. બિઝનેસમાં આજે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખો અને ફિઝૂલખર્ચ પર લગામ લગાવો. પ્રેમ જીવનમાં કોઈ નાની બાબતને લઈને ચર્ચા થઈ શકે છે, તેથી શાંત રહો. સ્વાસ્થ્યની બાબતમાં આજે પેટ કે પગના દુખાવાની સમસ્યા થઈ શકે છે. આજે ઉધારની લેવડદેવડથી બચવું.
મકર રાશિ (Capricorn)
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે. કરિયરમાં નવી આશાઓ જાગશે અને લાંબા સમયથી અટકેલા કામ ગતિ પકડશે. બિઝનેસમાં લાભની પ્રબળ સંભાવના છે, જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે. લવ લાઈફમાં આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. પરિવારમાં કોઈ શુભ સમાચાર આવવાથી વાતાવરણ ઉત્સવ જેવું બની જશે.
કુંભ રાશિ (Aquarius)
કુંભ રાશિના જાતકોએ આજે થોડું સંભાળીને ચાલવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં અચાનક કેટલાક ફેરફારો થઈ શકે છે, જેનાથી માનસિક તણાવ વધી શકે છે. બિઝનેસમાં કોઈપણ અજાણી વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો અને કાગળની કાર્યવાહી પૂરી રાખવી. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. આજે વાહન કે પ્રોપર્ટી ખરીદવાનો વિચાર ટાળવો જ યોગ્ય રહેશે. વિવાદોથી દૂર રહો, મૌન રહેવું એ જ આજે તમારું સૌથી મોટું હથિયાર છે.
મીન રાશિ (Pisces)
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓની ભેટ લઈને આવ્યો છે. કરિયરમાં તમને તમારી પ્રતિભા દર્શાવવાની પૂરેપૂરી તક મળશે. બિઝનેસમાં આજનો દિવસ મોટો નફો આપનારો સાબિત થઈ શકે છે. લવ લાઈફમાં મધુરતા જળવાઈ રહેશે. મિત્રો અને ભાઈઓનના સહયોગથી કોઈ મોટું કામ પૂરું થઈ શકે છે. આજે તમે કોઈ નાની અને મનોરંજક યાત્રા પર જઈ શકો છો, જે ભવિષ્યમાં ફાયદાકારક નીવડશે.

સિંહ રાશિ (Leo)