દમણના જમપોર દરિયા માં ડૂબી જતાં ચાર માસૂમ બાળાઓ ડૂબી જતાં ગમગીની પ્રસરી જવા પામી છે. વાપી દમણ રહેતા સબંધીઓ સાથે યુપીથી ફરવા આવેલા એક પરિવાર પોતાના સગા-સંબંધીઓ દરિયા કિનારા પર બધા સાથે બેસીને જમ્યા હતા. ત્યારબાદ પરિવારની સગીર દીકરીઓ દરિયામાં નહાવા પડી હતી. ન્હાતા ન્હાતા સગીરાઓ દરિયામાં દૂર પહોંચી જતા બાળાઓ ડૂબવા લાગી હતી પોતાની નજર સામે જ માસૂમ બાળાઓ ડૂબતી જોતા કિનારે બેસેલા પરિવાર ના સભ્યો બચાવવા દોડ્યા હતા અને તમામ ને બહાર કાઢી
હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબોએ ચાર બાળાઓ ને મૃત જાહેર કરી હતી.. જયારે એકની હાલત ગંભીર જણાતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. આમ આ ઘટનામાં ફિજા સિદ્દીકી,માહેરા કુરેશીસાબિયા કિરેશી અને ઉત્તર પ્રદેશ થી ફરવા આવેલ પરિવાર ની જૈનાબ ઉર્ફે જેબુ પરવીન ઇસ્લામ શેખ નામની 4 સગીરાઓ નું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
જ્યારે તાહીરા નાઝ નામની બાળા હજુ સારવાર હેઠળ છે. એક જ સગા સંબંધી પરિવારની એક સાથે 4 સગી દીકરીઓના ડૂબી જવાથી મોતને ભેટતાં પરિવારજનોના આક્રંદ ને કારણે સમગ્ર વાતાવરણ ગમગીન થઇ ગયુ હતુ.