દમણ માં લંડનના 25 જેટલા ખેલાડીઓ ની હરાજી,હાઈફિલ્ડ કોબ્રાસ તરફ થી રમશે
દમણ ખાતે દમણ મુસ્લિમ પ્રીમિયર લીગ, સીઝન-2 2022 માટે અહીં ના મોટા ઘાંચીવાડ મુસ્લિમ એસોસિએશનના હોલ ખાતે ખેલાડીઓની હરાજી થઈ હતી જેમાં લંડનના બિડર્સ પણ હાજર હતા.
હરાજી દરમ્યાન લંડનના 25 જેટલા ખેલાડીઓની હરાજી થઈ હતી, જેઓ હાઈફિલ્ડ કોબ્રાસ અને અન્ય ટીમો તરફથી રમશે.
DMPL-2 ની 9 ટીમો માટે 135 ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. પીરવાલા રોયલ કિંગ્સ, ગોગુ XI,માંજરા સ્ટ્રાઈકર્સ, જેપી રાઈડર્સ, કિસ્વા વોરિયર્સ, મર્સી મૂનસ્ટાર, મધર લિજેન્ડ, ગાઝી કોસ્ટલ વોરિયર્સ, હાઈફિલ્ડ કોબ્રાસનો સમાવેશ થાય છે. દરેક ટીમના 15 ખેલાડીઓ માટે ટીમ દીઠ 50 હજાર પોઈન્ટની ન્યૂનતમ બિડ નક્કી કરવામાં આવી હતી જેમાં શૌકીન શેખ હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. શોકીન શેખને ગોગુ ઈલેવન દ્વારા સૌથી વધુ 30 હજાર પોઈન્ટમાં ખરીદ્યો હતો.
શૌકીન શેખ પછી બીજી મોંઘી બોલી 23 હજાર, 22 હજાર, 21 હજાર, 18 હજાર અને 17 હજાર પોઈન્ટની હતી. હરાજીની પ્રક્રિયામાં, DMPL-2 આયોજક દમણ મુસ્લિમ એસોસિયેશનના પ્રમુખ ખુર્શીદ માંજરા, ઉપપ્રમુખ ઝાકીરહુસૈન પીરવાલા, જનરલ સેક્રેટરી ઈમરાન ખુર્શીદ ખાન સહિત DMA અને સહયોગી દમણ મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન (DMCA)ના સભ્યો હાજર હતા. નોંધનીય છે કે અગાઉ ડીએમપીએલ-1 વખતે આઠ ટીમ સામેલ હતી. બીજી સિઝનમાં 9 ટીમો ભાગ લઈ રહી છે.