વલસાડ ની સરહદ ને અડીને આવેલા સેલવાસ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે અંદાજીત રૂ. 18 લાખની કિંમતના
ખેરના 11 ટન લાકડા ભરેલો ટેમ્પા સાથે એક આરોપીને ઝડપી પાડતા લાકડાચોરો ફફડી ઉઠ્યા છે.
દાનહ SP હરેશ્વર સ્વામીના માર્ગદર્શન હેઠળ સેલવાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમેં વોચ ગોઠવી સેલવાસ રિંગ રોડ ઉપર ટેમ્પો નંબર MH-04-JK-9286ને અટકાવી ચેક કરતા તેમાંથી પાસ પરમીટ વગરના 11 ટન ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. આ લાકડા ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર માંલઇ જવાઈ રહયા હોવાનુ સામે આવ્યું છે.
ટેમ્પો ચાલક શિવકુમાર ગાળા રાજભરની પૂછપરછ દરમ્યાન તે ટેમ્પામાં ખેરના લાકડા હોવાની વાતથી તે અજાણ હોવાનું જણાવી રહ્યો હતો. આરોપી ટેમ્પોચાલક પવઈ મુંબઈનો રહીશ હોવાનું ખુલ્યું છે.