ડાંગ દરબારમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સંદેશ, પ્રાકૃતિક કૃષિ અને આદિવાસી ગૌરવ પર વિશેષ ભાર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ડાંગના રાજવીઓની અવિસ્મરણીય પરંપરા વચ્ચે પોલિટિકલ પેન્શન વિતરણ

ડાંગના ઐતિહાસિક અને ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર’નો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ભવ્ય સમારોહ યોજાયો હતો. અંગ્રેજોની આધિનતા ક્યારેય ન સ્વીકારનારા ડાંગના શૂરવીર રાજવીઓની દેશભક્તિ અને શૌર્યગાથાને બિરદાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ મહોત્સવ આદિવાસી ગૌરવ અને પરંપરાને જાણવાનો અણમોલ અવસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવીને આ સમાજને સાચું સન્માન અપાવ્યું છે.

Dang Darbar 2026 Political Pension Ceremony 2.png

રાજવીઓનું શાહી સન્માન અને રાજકીય પેન્શનનું વિતરણ

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, રાજ્યપાલશ્રીના હસ્તે ડાંગના પાંચ રાજવીઓને વિધિવત રીતે પાન-સોપારી, શાલ અને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૬ના ડાંગ દરબાર નિમિત્તે પાંચ રાજવીઓ અને તેમના નાયકો-ભાઉબંધોને મળીને કુલ ₹૬૭.૭૪ લાખથી વધુનું પોલિટિકલ પેન્શન (શાલિયાણું) અર્પણ કરાયું હતું.

- Advertisement -
  • ગાઢવી રાજ: શ્રી કિરણસિંહ યશવંતસિંહ

  • આમાલા રાજ: શ્રી છત્રસિંગ ભવરસિંગ

  • વાસુર્ણા રાજ: શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી

  • દહેર રાજ: શ્રી તપતરાવ આનંદરાવ પવાર

  • પીંપરી રાજ: શ્રી ત્રિકમરાવ સાહેબરાવ

પ્રાકૃતિક કૃષિનું હબ બનતું ડાંગ

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું હતું. તેમણે રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અને કેન્સર જેવી બીમારીઓ સામે ચેતવણી આપતા જણાવ્યું કે, ડાંગ જિલ્લો આજે સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશ માટે પ્રેરણારૂપ બન્યો છે. સરકાર ૫૦૦ ગામોને ‘પ્રાકૃતિક ગામ’ બનાવવા તરફ આગળ વધી રહી છે, જેનો ઉદ્દેશ્ય નાગરિકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડવાનો છે.

Dang Darbar 2026 Political Pension Ceremony 1.png

- Advertisement -

મેળામાં આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક સંગમ

જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૧૮૪૨થી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે. મેળામાં મહિલા સશક્તિકરણને વેગ આપવા ૪૫થી વધુ ‘સખી મંડળ’ના સ્ટોલ શરૂ કરાયા છે. આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત આ સમારોહમાં ડાંગી લોકનૃત્ય અને હરિયાણી ઘુમ્મરની પ્રસ્તુતિએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો અને હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.