ડાંગ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે SIR કાર્યક્રમની બીજી તબક્કાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ક્ષતિરહીત મતદારયાદી માટે ચૂંટણી આયોગનો પ્રયાસ: ડાંગ જિલ્લામાં SIR પ્રક્રિયામાં રાજકીય પક્ષોની સહભાગીતા

ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં બીજા તબક્કાની કામગીરી વેગવંતી બની છે. આ સંદર્ભમાં સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર સુશ્રી ઐશ્વર્યા સિંઘની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આહવા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાનની ઉપસ્થિતિમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદીની વર્તમાન સ્થિતિ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

ક્ષતિરહિત મતદારયાદી માટે ખાસ ભાર

બેઠક દરમિયાન ખાસ રોલ ઓબ્ઝર્વરે સ્પષ્ટ કર્યું હતું કે ૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાત મુજબ કોઈપણ પાત્ર મતદાર યાદીમાં નોંધણી વગર રહી ન જાય તે જોવાની જવાબદારી સૌની છે. તેમણે રાજકીય પક્ષોને ક્ષતિરહિત અને પારદર્શક મતદારયાદી તૈયાર કરવામાં વહીવટી તંત્રને સાથ-સહકાર આપવા વિનંતી કરી હતી. યાદીમાં નામની પુનઃ ચકાસણી અને નવા મતદારોના ઉમેરા માટે ચાલી રહેલી પ્રક્રિયાને ૧૦૦ ટકા પૂર્ણ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

Dang Voter List SIR Review 1.jpeg

- Advertisement -

મેપિંગ અને સમરી રિપોર્ટનું પ્રેઝન્ટેશન

ડાંગ જિલ્લામાં ચાલી રહેલી કામગીરીનો વિગતવાર સમરી રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મેપિંગ વગરના ડેટા, ડિજિટાઈઝ ફોર્મ્સ અને સ્પેશિયલ કેમ્પ દરમિયાન મળેલા વાંધા-સૂચનો જેવા વિવિધ પાસાઓની સમીક્ષા કરાઈ હતી. જે મતદારો હજુ સુધી ફિલ્ડમાં મળી આવ્યા નથી તેમનું ઝડપથી મેપિંગ કરવા અને વહીવટી પ્રક્રિયામાં આવતા અવરોધોને દૂર કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

Dang Voter List SIR Review 2.jpeg

- Advertisement -

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સંવાદ

બેઠકમાં હાજર રહેલા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અંગે પોતાના હકારાત્મક અનુભવો અને સૂચનો રજૂ કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદારોને માહિતગાર કરવા અને મદદરૂપ થવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવોની હાજરીમાં આ બેઠક ડાંગ જિલ્લામાં લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું કદમ સાબિત થઈ હતી.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.