કોરોના ની સ્થિતિ નિયંત્રણ માં આવતા હવે દમણ પ્રશાસન દ્વારા શનિ અને રવિવાર તથા જાહેર રજાના દિવસમાં બીચ અને અન્ય જાહેર સ્થળો ઉપર નો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. સાથે જ ધોરણ 9થી 11 વર્ગો ઓફલાઇન શરૂ કરવા પણ છૂટ આપવામાં આવી છે.
કોરોના ની મહામારી ના કારણે તંત્ર દ્વારા બીચ તથા માર્ગો, પર્યટન સ્થળો અને બગીચામાં શનિ-રવિવારની રજા ઉપરાંત જાહેર રજાના દિવસે મુકાયેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવતા દમણમાં હવે પર્યટકો કોઇ પણ દિવસે અવર જવર કરી શકશે જેને લઇને સ્થાનિક રોજગારી અને પર્યટન ઉદ્યોગને પણ વિકાસ મળશે.
જોકે,તંત્ર દ્વારા આ છૂટછાટો સાથે કોરોના ગાઈડલાઈન નું પાલન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે જેની મર્યાદા માં રહી પાલન કરવાનું રહેશે.