‘ગુજરાત કી હવા મે ‘વેપાર’ હૈ ! સાહેબ’,બુટલેગરો માં અથડામણ ના સંકેત !
રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને દમણ પ્રસાશક પ્રફુલ્લ પટેલ ના ભરત અને રમેશ ઉપર છુપા આર્શીવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તોજ આ રીતે બિન્દાસ્ત બોર્ડર ક્રોસ કરી ગુજરાત માં ધંધો સેટ થઈ શક્યો હોવાની વાતો ટપોરી માર્કેટ માં વહેતી થઈ છે, હાલ માં ભરત અને રમેશ ની જોડી દારૂના ધંધા માં કાઠુ કાઢી રહી છે.
પેટા-રાત્રી કરફ્યૂ અને કોરોના માં જ્યારે સરહદો સીલ હોય ત્યારે ચકલુય ફરકી ન શકે તેના બદલે વલસાડ,તાપી,નવસારી,સુરત,ડાંગ સહિત ના વિસ્તારમાં દારૂનો રોજ જથ્થો કેવી રીતે પહોચી રહ્યો છે? કોને કોને દારૂ પહોંચે છે તે પણ બધા જાણે છે ! દારૂનો કાળો કારોબાર હવે મિડિયા ની ‘ત્રીજી આંખ’ રેકર્ડ કરી રહી છે,ખેલ ખલાસ !
કોરોના અને લોકડાઉન ના ગાળા માં દમણ ના ભરત રાજકુમાર અને રમેશ માઈકલે ઉચ્ચ આકાઓ ની મદદ થી ગુજરાત માં દારૂના ધંધા માટે પોતાનું નેટવર્ક ગોઠવી દીધું છે અને રોજના દમણ થી ગુજરાત ના જુદાજુદા શહેર કસ્બાઓ માં નાનામોટા બુટલેગર તેમનો માલ ઉતારી રહયા છે અને દારૂની હાટડીઓ ધમધમી રહી છે અને હાલ માં સ્થિતિ એવી છે કે નાનામોટા બુટલેગરો રમેશ અને ભરત નો જ માલ વેચી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં દારૂબંધી ની વાતો કરતા ક્યાં ખોવાઇ ગયા છે.હાલ માં મહારાષ્ટ્ર માંથી પણ દારુ ન આવે તેવું સેટિંગ ગોઠવાયું હોવાનું કહેવાય છે, દમણ થી નીકળેલો દારૂ રોકવાની કોઈની હિંમત નથી અને હાઇવે ઉપર કાળા કાચ વાળી નંબર પ્લેટ વગર ની ગાડીઓ માં ગોગલ્સ પહેરીને બુટલેગર ઉપર રોફ જમાવતા કેટલાક પોલીસવાળા પણ આ દારૂ ગાડીઓ તરફ જોવાની હિંમત પણ કરતા નથી અને માંય કાંગલા જેવા નાના મચ્છરો ઉપર બહાદુરી બતાવતા હોવાની પણ વાતો ચર્ચામાં છે. આવા બધા સીન વચ્ચે હાલ માં રોજ ના 8000 પેટી દારૂ નો ધંધો પુરજોશ માં ચાલી રહ્યો હોવાની વાત છે.
આ બન્ને દમણ ના નામચીન બુટલેગર ના પ્રવેશ બાદ અન્ય બુટલેગરો માં આગામી દિવસો માં આ ધંધો લોહિયાળ બને તેવા વર્તરા છે.
રાજ્યમાં દારૂ વેચવા કે પીવા પર પ્રતિબંધ છે. સરકારે દારૂબંધીનો કાયદો કડક કરીને સજાની જોગવાઈમાં પણ વધારો કર્યો છે પણ દારૂબંધી લાગુ થયાને આટલા વર્ષ થઈ ગયા છતાં વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં પાણીની બોટલનું વેચાણ વર્ષે 7 હજાર કરોડ રૂપિયાનું છે જ્યારે દારૂનું વેચાણ 30 હજાર કરોડ આંકવામાં આવે છે.
છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં દારૂના વેચાણમાં 300 ટકાનો વધારો થયો છે. હેલ્થ રિપોર્ટ અનુસાર દારૂ પીનારાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. નાના ગામડાઓથી માંડી મોટા શહેરો સુઘીના લોકોના વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ ગટગટાવી જાય છે.
કોરોના ની હાડમારી આવી તે પહેલાં સામાન્ય રીતે વીકએન્ડમાં દીવ દમણ અને આબુ જતા પ્રવાસીઓમાં 40%થી વધુ ગુજરાતી હોય છે. દક્ષિણ ગુજરાતના લોકો દમણ તરફ જાય છે. સૌરાષ્ટ્રના દીવ જાય છે. જયારે મધ્ય ગુજરાતના આબુ અથવા દીવને પસંદ કરે છે. અમદાવાદ-વડોદરાના યુવાનો વીકએન્ડમાં રાજસ્થાનની રતનપુર બોર્ડર પીવા જતા હોય છે. આબુમાં વીકએન્ડમાં મોટાભાગના વાહનો પર ગુજરાતની નંબર પ્લેટ જોવા મળે છે. દિવાળી, નવરાત્રિ કે 31 ડિસેમ્બર જેવા ખાસ દિવસોમાં આ ત્રણે સ્થળે ગુજરાતીઓ મોટી સંખ્યામાં જોઈ શકાય છે.
રાજ્યના ઘણા જિલ્લામાં દારૂના કેસ કરવા માટે પોલીસને ટાર્ગેટ અપાયેલા હોય છે. ઘણી વખત બુટલેગર સાથે સાંઠગાંઠ કરીને રેડ ફિક્સ કરવામાં આવે છે. આ ફિક્સિગમાં ક્યારે રેડ પાડવી અને કેટલો જથ્થો પકડાયેલો બતાવવા જેવી તમામ બાબતો અગાઉથી નક્કી કરી લેવામાં આવતી હોય છે. દમણ થી ગુજરાત બોર્ડર માં હાલ માં ઘુસાડવામાં આવી રહેલુ દારૂ પ્રકરણ હવે મીડિયા ની ત્રીજી આંખે ચડી ગયું છે અને તેઓનો ખેલ ખતમ થશે.