કચ્છના ધોરડોમાં હાલ રણોત્સવ ચાલી રહ્યો છે. ઘોરડોમાં ચાલી રહેલા આ રણોત્સવના ટેન્ટસિટીમાં આગનો બનાવ બન્યો છે. કોઈ કારણોસર ટેન્ટ સિટીમાં આગ લાગતા ત્રણ જેટલા ટેન્ટ આગની લપેટમાં આવી ગયા હતા. ટેન્ટ સિટીમાં આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
જોત જોતામાં આગે વિકરાળ રૂપ લીધુ અને સમગ્ર વિસ્તારમાં આગના ધુમાડા ઉડતા જોવા મળ્યા. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
જો કે, આગ પર કાબૂ મેળવાતા લોકો સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો. જો કે રાહતની વાત એ હતી કે આગમાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.