ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધીકરણ (યુઆઇડીએઆઇ) ટૂંક સમયમાં હવે આધાર નોમિનેશન અને અપડેશન ફોર્મને લઇ મોટો ફેરફાર કરવા જઇ રહ્યું છે. આધારમાં થનારા આ બદલાવ હેઠળ બેેન્કો, પોસ્ટ ઓફિસ અને સરકારી કાર્યાલયોના સત્તાવાર કર્મચારીઓને આ અરજી પર બાયોમેટ્રિક સાઇન કરવી પડશે, બાયોમેટ્રિક સાઇન હોવાથી સંબંધિત અધિકારી આધાર નોમિનેશન અને અપડેેશન ફોર્મની ચકાસણી કરી શકશે.
આ અગાઉ યુુઆઇડીઆઇએ રાજ્યને ખાનગી એજન્સીઓ દ્વારા નોમિનેશનને સરકારી કે નગરપાલિકાના સંકુલમાં ખસેડવા જણાવ્યું હતું એટલું જ નહીં, યુઆઇડીઆઇએ જાહેર ક્ષેત્રની બેન્કોની સાથે-સાથે ખાનગી બેન્કોની ૧૦ શાખાઓમાંથી ઓછામાં ઓછી એક શાખામાં આધાર નોમિનેશન સેવા શરૂ કરવા જણાવ્યું હતું.