કઝાકિસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતની અપેક્ષાઓને મોટો ઝટકો લાગ્યો છે. રવિવારે ગોલ્ડ મેડલ માટે મેટ પર ઉતરનાર દીપક પૂનિયા ઈજાના કારણે ફાઇનલ મેચ રમી શક્યો ન હતો. દિપક પુનિયાએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. દીપકને પહેલા રાઉન્ડમાં તેના ડાબા પગ અને આંખમાં ઈજાઓ પહોંચી હતી. આને કારણે તેને ફાઇનલમાં પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરાયો હતો. દીપકે કહ્યું કે તેનો ડાબો પગ વજન સહન કરવા સક્ષમ નથી. આ સ્થિતિમાં લડવું મુશ્કેલ છે. હું જાણું છું કે તે યઝદાની સામે એક મોટી તક હતી, પરંતુ હું કાંઈ કરી શકતો નથી.
રવિવારે આખા દેશની નજર કુસ્તીબાજ દિપક પુનિયા પર ટકી હતી. દિપક પૂનિયાએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પ્રવેશ કર્યો અને ઈતિહાસ રચ્યો હતો. 2016 માં વર્લ્ડ કેડેટનો ખિતાબ જીતનાર રેસલર દીપક પૂનિયાએ થોડા દિવસો પહેલા જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રવિવારે તેની પાસે આ વર્ષની ગોલ્ડન ડબલ કરવાની એક મોટી તક હતી. જો કે દીપક 86 કિલો કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો, પણ તેણે ઓલિમ્પિક ક્વોટા પણ મેળવ્યો હતો. તે ઓલમ્પિકમાં ક્વોલિફાય થનારો ચોથો ભારતીય રેસલર છે. સેમી ફાઇનલમાં, પૂનિયાએ સ્વિટ્ઝરલેન્ડના સ્ટીફન રિચમુથને પરાજિત કર્યો હતો અને રવિવારે સાંજે ફાઇનલમાં ઈરાની રેસલર હસનનો સામનો કરવાનો હતો. આ અગાઉ ક્વાર્ટરની ફાઈનલ મેચમાં તેણે તઝાકિસ્તાનના બકોદુર કોડીરોવને 6–૦થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
જો દિપક આજે ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો હોત, તો તે સુશીલ કુમાર પછી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનો બીજો રેસલર બની ગયો હોત. વળી, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવા માટે સૌથી યુવા ભારતીય રેસલરનું બિરુદ પણ તેના માથે મૂકાયું હતું.