કઝાકિસ્તાનના નૂર સુલતાનમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતના હિસ્સામાં વધુ એક મેડલ આવ્યો છે. ભારત માટે રાહુલ અવારેએ 61 કિગ્રા વર્ગમાં અમેરિકન રેસલર ટાયલોર ગ્રાફને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
કોમનવેલ્થ ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર આવેરે અમેરિકન રેસલરને 11-4થી હરાવીને પોતાનો પહેલો વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ જીત્યો હતો. આ સાથે ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં પોઇન્ટ ટેબલમાં એક સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે પાંચમા ક્રમે રહ્યું છે. આ પહેલા રવિવારે અન્ય ભારતીય રેસલર દિપક પૂનિયા પગની ઈજાને કારણે ફાઇનલ મેચ રમી શક્યા ન હતા અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.