વલસાડમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરગામ ખાતે થશે

1 Min Read

રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે

વલસાડ જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી તા. ૨૬/૦૧/૨૦૨૬ના રોજ સોમવારે સવારે ૯ કલાકે ઉમરગામ તાલુકામાં સર્કિટ હાઉસની પાસે આવેલા નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આન, બાન અને શાન સાથે થશે. દેશભક્તિના માહોલ વચ્ચે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે. રાષ્ટ્રધવ્જને સલામી અને રાષ્ટ્રગાન બાદ મંત્રીશ્રીનું ઉદબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઈનામ/પ્રમાણપત્રનું વિતરણ, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દરેક લોકોને સહભાગી થવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.

AA1UunFP.jpeg

- Advertisement -
Share This Article