પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે યોજાયેલ બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઇ ગયુ છે. આજે 94 વિધાનસભાની બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં 53.51 ટકા મતદાન થયુ છે એવું મુખ્ય ચૂંટણીપંચ તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી છે. બીજા તબક્કામાં 1462 ઉમેદવારોનું રાજકોય ભવિષ્ય EVMમાં સીલ થઇ ગયુ છે જેમાં 1316 પુરુષ અને 146 મહિલા ઉમેદવારો છે. ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરના રોજ યોજાશે અને તેના પરિણામે 10મી નવેમ્બરના રોજ જાહેર થશે. આજના વોટિંગમાં મઝફ્ફરપુરમાં સૌથી વધુ અને પટનામાં સૌથી ઓછું મતદાન થયુ છે.
Polling percentage is at 53.51% as of now in the second phase of #BiharPolls: Election Commission pic.twitter.com/jQYkGoY91U — ANI (@ANI) November 3, 2020 “>
બીજા તબક્કામાં ક્યાં કેટલુ વોટિંગ થયુ…
પશ્ચિમ ચંપારણ – 55.99 ટકા
પૂર્વ ચંપારણ – 56.75 ટકા
શિવહર – 56.04 ટકા
સીતામઢી – 57.40 ટકા
મધુબની – 52.67 ટકા
દરભંગા – 54.15 ટકા
મુઝફ્ફરપુર – 59.98 ટકા
ગોપાલગંજ – 55.09 ટકા
સિવાન – 51.40 ટકા
સારણ – 54.15 ટકા
વૈશાલી – 51.93 ટકા
સમસ્તીપુર – 56.02 ટકા
બેગુસરાય – 58.48 ટકા
ખગડિયા – 56.10 ટકા
ભાગલપુર – 54.54 ટકા
નાલંદા – 51.06 ટકા
પટના – 48.24 ટકા
બિહારમાં આજે યોજાયેલ બીજા તબક્કાના મતદાનમાં મતદાતાઓનો જુસ્સો જોવા મળ્યો છે. આજના મતદાન દરમિયાન કોઇ અપ્રિય ઘટના ઘટી નથી અને મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ છે. હવે ચૂંટણીનું છેલ્લી અને ત્રીજુ મતદાન આગામી 7મી નવેમ્બરના રોજ યોજાશે. કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હોવા છતાં મતદાતાઓ સામે ચાલીને વોટિંગ કરી રહ્યા છે.