મુંબઈઃ ફિલ્મજગતની હસ્તીઓ ફિલ્મમાં કામ કરવાની સાથે સાથે પોતે અલગ બિઝનેસ ધરાવતા હોય છે. અનેક અભિનેતા અને અભિનેત્રી હોટલ અને રેસ્ટોરન્ટના માલિક છે. ત્યારે વિદેશી યુવક સાથે લગ્ન કરનાર ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં અમેરિકામાં પોતાનું રેસ્ટોરા ખોલ્યું છે. સોના નામું આ રેસ્ટોરા અંગે પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી.
સોશિયલ મીડિયા ઉપર પ્રિયંકાએ લખ્યુ કે, હું તમારી સમક્ષ ‘SONA’ રજુ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું. ન્યૂયોર્કમાં એક નવુ રોસ્ટોરા જયાં મેં ભારતીય ખોરાક પ્રત્યે મારો પ્રેમ દર્શાવ્યો છે. SONAમાં છે ભારતીય ભોજનનો સ્વાદ અને ફ્લેવર્સ. રેસ્ટોરાના શેફ હરિ નાયક છે, જે ખૂબ જ પ્રતિભાશાળી છે. જેણે સૌથી સ્વાદિષ્ટ અને ઈનોવેટીવ મેન્યૂ તૈયાર કર્યા છે.
તમને મારા શાનદાર દેશના ફૂડની સફર પર લઈ જઈ રહી છું. SONA આ મહિનાના અંત સુધીમાં ખુલશે. અને હું ત્યાં તમને જોવા માટે રાહ જોઈ શકતી નથી. આ કોશિશ મારા મિત્ર મનીષ ગોયલ અને ડેવિડ રેબિનના નેતૃત્વ વગર સંભવ થઈ હોત. આ વિચારને એટલી સ્પષ્ટતાથી સાકાર કરવા માટે અમારી ડિઝાઈનર મેલિસા બોવર્સ અને બાકીની ટીમનો આભાર.
પ્રિયંકાએ પોતાના રેસ્ટોરા SONAની ઝલક રજુ કરી છે. તેણે બે તસ્વીરો શેર કરી છે. બીજી અને ત્રીજી તસ્વીરમાં તે પૂજા કરતી જોવા મળી રહી છે. જેની સમગ્ર માહિતી પણ તેણે આપી છે. પોસ્ટમાં આગળ લખ્યુ છે- બીજી અને ત્રીજી તસ્વીર સપ્ટેમ્બર 2019ની છે. જયારે અમે આ સ્થળ પર એક નાની પૂજા કરી હતી.
પ્રિયંકા ફિલ્મો ઉપરાંત પ્રોડકશન પણ કરે છે. ‘પર્પલ પેબલ્સ પિકચર્સ’ નામથી તેનું પ્રોડકશન હાઉસ પણ છે. તે ઉપરાંત પ્રિયંકાએ હાલમાં જ પોતાના હેયરકેર પ્રોડક્ટ Anomalyને લોન્ચ કર્યુ છે. તો થોડા દિવસ પહેલા તેણે પોતાનુ પુસ્તક ‘unfinished’પણ રીલીઝ કર્યુ છે.