Vicky Kaushal ભજવશે ભગવાન પરશુરામનો રોલ, નિરેન ભટ્ટે શેર કરી ‘મહાવતાર’ની સ્ટોરી
Vicky Kaushal: વિક્કી કૌશલની આગામી ફિલ્મ ‘મહાવતાર’ ભગવાન પરશુરામના જીવન પર આધારિત પૌરાણિક ફિલ્મ હશે. ‘છાવા’ની રિલીઝ પછી આ ફિલ્મ વિક્કીના કરિયરમાં બીજું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આ ફિલ્મની વાર્તા લખનારા નિરેન ભટ્ટે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.
Vicky Kaushal: ‘સ્કાય ફોર્સ’ જેવી ફિલ્મો લખી ચૂકેલા નિરેન ભટ્ટ હવે ‘મહાવતાર’ પર કામ કરી રહ્યા છે, જેમાં ભગવાન પરશુરામની વાર્તા દર્શાવવામાં આવશે. નિરેન અને તેમની ટીમ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જીવનકથાને પડદા પર લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. નિરેન કહે છે કે ‘મહાવતાર’ અને ‘સ્કાય ફોર્સ’ ની દુનિયા સંપૂર્ણપણે અલગ છે, અને બંને ફિલ્મો માટે અલગ અલગ સંશોધનની જરૂર હતી. તેમણે ઉદાહરણ આપ્યું કે ‘સ્કાય ફોર્સ’ માટે વાયુસેના પર ઊંડું સંશોધન કરવામાં આવ્યું હતું, જ્યારે પૌરાણિક ફિલ્મો માટે પણ ઊંડાણપૂર્વક સંશોધન જરૂરી છે.
થોડા મહિના પહેલા, મેડોક ફિલ્મ્સે ‘મહાવતાર’નું પોસ્ટર શેર કર્યું હતું જેણે દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધારી દીધો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન દિનેશ વિજન કરી રહ્યા છે અને આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. વિકી કૌશલ સાથે નિરેન ભટ્ટની ટીમની મહેનત અને સમર્પણને કારણે, દર્શકોમાં આ ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધી રહી છે.
વિકી કૌશલની આ પૌરાણિક ફિલ્મ તેમના અભિનયને નવી દિશા બતાવી શકે છે, અને ભગવાન પરશુરામની મહાકાવ્ય કથાને મોટા પડદા પર જીવંત કરવાનો પડકાર પણ તેમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.