વિભિન્ન ક્ષેત્રે કાર્યરત જૂથ આઈટીસીએ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ રજૂ કરી છે. આ ચોકલેટની કિંમત 4.3 લાખ રૂપિયા પ્રતિ એક કિલો છે. આઈટીસીએ આ ચોકલેટને પોતાના ફૈબેલ બ્રાન્ડ અંતર્ગત રજૂ કરી હતી. આઈટીસીએ લક્ઝરી ચોકલેટ બ્રાન્ડ ફૈબલ એક્સિક્કિજિટ ચોકલેટને પોતાની સીમિત શ્રેણીની ચોકલેટ ટ્રિનિટી ટ્રફલ્સ એક્ટ્રાઆર્ડિનાયર રજૂ કરી છે.
આ ચોકલેટને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરી લેવામાં આવી છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે આ ચોકલેટને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટનું બિરુદ આપ્યું છે. આઈટીસીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (ચોકલેટ, કનફેક્શનરી, કોફી અને નવી શ્રેણી) ખાદ્ય વિભાગ અનુજ રુસ્તગીએ જણાવ્યું કે અમે નવા બેંચમાર્કની સ્થાપના કરીને ખૂબ ખુશ છીએ.
આઈટીસીએ જણાવ્યું કે અમે ફક્ત ભારતીય બજારમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તર પર પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરીને અમે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયા છીએ. આ મર્યાદિત ચોકલેટ્સ હાથથી બનેલા લાકડાના બોક્સમાં ઉપલબ્ધ છે. તેમાં 15 ગ્રામની 15 ટ્રફલ્સ છે. આ બોક્સની કિંમત તમામ ટેક્સને જોડતા એક લાખ રૂપિયાની થાય છે.