સામગ્રી
1 કપ સાબૂદાણા
2 બટાકા
અડધા કપ મગફળી
15-20 બદામ
2 મોટી ચમચી ખાંડ પાઉડર
તળવા માટે ઘી/ તેલ
સ્વાદપ્રમાણે સિંધાલૂણ
10-12 નંગ લીમડો
બનાવવાની રીત :
સૌથી પહેલા સાબૂદાણામાં એક કપ પાણી મિક્સ કરી 5 મિનિટ માટે પલળવા મૂકો. ત્યારબાદ સાબૂદાણાને પાણીમાંથી જુદો કરી એક વાસણમાં રાખી લો. બટાકાને છોલીને છીણી લો. છીણતા સમયે બટાકાને વધારે પતલા ન કરવા. બટાકાના આ લચ્છાને થોડી વાર બરફના પાણીમાં ડુબાડી રાખો. પછી હથેળીથી દબાવીને તેનું પાણી કાઢી એક પ્લેટમાં ફેલાવીને રાખી દો. મધ્યમ તાપ પર કડાઈમાં તેલ નાખી ગરમ થવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે ધીમા તાપ પર તેમાં અડધા-અડધા કરી સાબૂદાણા નાખી તળી લો. તળતા સમયે એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે, તાપ ધીમા હોય. ફુલ તાપ પર સાબૂદાણા ફૂલી જશે પણ અંદરથી કાચ રહેશે. સાબૂદાના તળ્યા પછી તેને એક મોટા વાસણમાં કાઢી લો. ત્યારબાદ તેલમાં મગફળી અને બદામ નાખી 4-5 મિનિટ સુધી તળીને કાઢી લો. પછી તેલમાં થોડા થોડા કરીને બટાકાના લચ્છા નાખી કુરકુરા થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તાપ બંધ કરી તેલમાં લીમડો નાખી તળી લો. હવે સાબૂદાણમાં મગફળી, લીમડો, બટાકા ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે નવરાત્રી સ્પેશલ સાબૂદાણાનો નમકીન ચેવડો.