નવી દિલ્હી:
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા જાણીતી હેલ્થ ડ્રિંક બ્રાન્ડ ‘Complan’નું ઉત્પાદન કરતી કંપની મેસર્સ ઝાયડસ વેલનેસ પ્રોડક્ટ્સ લિમિટેડ (M/s Zydus Wellness Products Limited) સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પ્રોડક્ટ અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓ અને ભ્રામક જાહેરાતો રજૂ કરવા બદલ FSSAI એ કંપનીને કારણદર્શક (Show Cause) નોટિસ પાઠવી છે.
કયા દાવાઓ સામે ઓથોરિટીએ વાંધો ઉઠાવ્યો?FSSAI ના અવલોકન અનુસાર, કોમ્પ્લાનના પેકિંગ લેબલ અને ઓનલાઈન લિસ્ટિંગ પર બાળકોના ફોટા સાથે અનેક દાવાઓ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં: “2X Faster Growth” (બે ગણો ઝડપી વિકાસ) “Grow Taller, Faster. Clinically Proven 2X Growth” (વધુ ઊંચા અને ઝડપી વધો) “Supports Concentration and Memory” (એકાગ્રતા અને યાદશક્તિ વધારે છે) “Pro Immunity+ 34 Vital Nutrients” (રોગપ્રતિકારક શક્તિ અને ૩૪ મહત્વપૂર્ણ પોષકતત્વો) “Growth Comes in 4 Flavors” જેવી જાહેરાત નિયમોનું ઉલ્લંઘન અને વૈજ્ઞાનિક પુરાવાની માંગઓથોરિટીના જણાવ્યા મુજબ, કંપની દ્વારા કરવામાં આવેલા આ તમામ દાવાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (એડવર્ટાઇઝિંગ એન્ડ ક્લેઇમ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૮ ના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. FSSAI એ કંપની પાસે પૂછપરછ કરી છે કે, “બે ગણો ઝડપી ગ્રોથ” અને “પ્રો ઇમ્યુનિટી” જેવા દાવાઓ પાછળ કયા વૈજ્ઞાનિક પુરાવા (Scientific Justification) છે તે રજૂ કરવામાં આવે. કાયદેસરની કાર્યવાહીની ચેતવણીFSSAI એ ઝાયડસ વેલનેસને નિયત સમયગાળામાં જવાબ આપવા આદેશ કર્યો છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ અને તેના નિયમો હેઠળ તેમની સામે શા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ ન કરવી. જો કંપની સંતોષકારક ખુલાસો આપવામાં નિષ્ફળ રહેશે, તો આગળ કડક દંડાત્મક પગલાં લેવામાં આવી શકે છે.
https://x.com/ANI/status/2112915846213562428
