સુરત માં ગ્રીષ્મા નામની યુવતી નું ગળું કાપી હત્યા થવાના બનાવે રાજ્ય માં ભારે ચકચાર જગાવી છે ત્યારે
પાટનગર ગાંધીનગરમાં પણ આવાજ બનાવ નું પુરાવર્તન થતા ભારે સનસનાટી મચી ગઇ છે.
ગાંધીનગરનાં અમરાપુર નદીનાં કોતરમાં પ્રેમીએ સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવાનો પ્રયાસ કરતા ગંભીર ઇજા પામેલી સગીરા ને કાકાએ તાત્કાલિક 108ને બોલાવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જતા જીવ બચ્યો હતો. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા. સગીરાને ગંભીર ઈજા થતા ફરજ પરના ડોક્ટરો એ 30થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી.
ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ – 12માં અભ્યાસ કરતી સગીરા શુક્રવારે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે ગામમાં રહેતો સંજય સેધાજી ઠાકોર મળ્યો હતો. બાદમાં સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી. ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો અને સગીરા સાથે બળજબરી કરતા સગીરા એ તેનો વિરોધ કરતા સંજયે ધારદાર ક્ટર કાઢી યુવતિ ના ગરદન ઉપર ફેરવી દેતા તે લોહી લુહાણ થઈ જતા આરોપી ગભરાઇ ને ભાગી છૂટ્યો હતો.
દરમ્યાન પેપર કટરથી સગીરાને બોચીના ભાગમાં 12X3 સેન્ટીમીટરનો ઘા થયો હોવાછતાં તેણે મોબાઈલ કરી કાકા ને જાણ કરી હતી અને આસપાસ ના લોકો દોડી આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઇ હતી જ્યાં ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં લોહીની ધારા વહેવા લાગી હતી. પરિણામે તેને ઇએનટીના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ હતી, જ્યાં સફળ સર્જરી કરવામાં આવતા જીવ બચ્યો હતો
સિવિલનાં સૂત્રો એ જણાવ્યું કે સગીરા ને બચાવવામાં સિવિલના તબીબોને સફળતા મળી છે પરંતુ ગળાના ભાગે 2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગે પણ ઘા વધારે થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયુ હોત તો પણ મુશ્કેલી ઉભી થાત.
બીજી તરફ પોલીસ આરોપી ને ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.