ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં પીવાના પાણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવશે. રાજ્યમાં પીવાના પાણીની ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે તંગીની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે કેબિનેટની બેઠકમાં પીવાની પાણીની વ્યવસ્થા તેમજ આગોતરા આયોજન અંગે ચર્ચા કરાશે.
રાજ્યની કેબિનેટની બેઠકમાં આગામી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઇને રાજ્યભરમાં કાર્યક્રમ યોજવા અંગે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિ તેમજ અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવશે.