[slideshow_deploy id=’37951′]ગાંધીનગર તાલુકાના સોનીપુર ગામના તળાવમાં ગટરનું ગંદુ પાણી ઉમેરાતા સ્થાનીકોએ અવારનવાર અા પ્રશ્ને રજૂઅાત કરી હતી. જો કે અા મામલે તંત્રના બેરા કાને કોઈ વાત પહોંચતી નથી. તંત્રની ઘોર બેદરકારીના કારણે સોનીપુર ગામના તળાવની હાલત બગડી છે અને અવદશા બેઠી છે. થોડાક વર્ષો પહેલા તળાવની સ્થિતિ ખુબજ સારી હતી.તળાવ દીવસેને દીવસે નર્કાગાર બની ગયુ છે.
ગંદકીને કારણે બીમારીનું પ્રમાણ વધી ગયુ છે. વહીવટી તંત્ર દ્વારા અાંખ અાડા કાન કરતા સ્થાનીકો ત્રસ્ત થયા છે. અવારનવાર રજૂઅાત કરતા તંત્ર તરફથી કોઈ કામ થતું નથી.ગંદા પાણીનો જલ્દીથી નીકાલ કરવામાં અાવે તેવી સ્થાનીકોની માગ છે.