Video: કંપનીએ કર્મચારીઓને બોનસ આપવા માટે અપનાવી અનોખી રીત, વીડિયોમાં જુઓ કેવી રીતે ડોલર પકડવા દોડ્યા લોકો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

Video: ‘લૂંટી શકો એટલું લૂંટી લો’, બોસે 8000 કર્મચારીઓને બોનસમાં આપ્યું રોકડનું પહાડ, પણ મૂકી એક અનોખી શરત

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયોએ ભારે ધૂમ મચાવી છે, જેમાં સેંકડો લોકો નોટોના બંડલો ગણતા અને તેને થેલામાં ભરીને લઈ જતા જોવા મળે છે. આ દ્રશ્યો કોઈ ફિલ્મ કે બેંક લૂંટના નથી, પરંતુ ચીનની એક કંપનીના વાર્ષિક સમારોહના છે. આ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓ પર એટલી ઉદારતા બતાવી છે કે તેણે વાર્ષિક નફાનો 70 ટકા હિસ્સો બોનસ તરીકે વહેંચી દીધો છે.

233 કરોડનું રોકડ બોનસ અને 800 ટેબલ

ચીનની ‘હેનાન કુઆંગશાન ક્રેન’ (Henan Kuangshan Crane) નામની કંપનીના માલિક કુઈ પેઈજુને આ વર્ષે પોતાના કર્મચારીઓ માટે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તેમણે અંદાજે 233 કરોડ રૂપિયા (19 મિલિયન પાઉન્ડ) નું રોકડ બોનસ જાહેર કર્યું. આ રકમ વહેંચવા માટે કંપનીમાં 800 જેટલા મોટા ટેબલો લગાવવામાં આવ્યા હતા, જેના પર નોટોના પહાડ ખડકાયેલા હતા. 8000 કર્મચારીઓને આ રોકડ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.

- Advertisement -

શરત એવી કે… ‘જેટલું ગણી શકો એટલું તમારું’

માત્ર પૈસા વહેંચવા જ પૂરતું નહોતું, બોસે આમાં એક રસપ્રદ શરત પણ મૂકી હતી. શરત મુજબ, કર્મચારીઓએ એક નિશ્ચિત સમયમાં પોતાની જાતે જ નોટો ગણવાની હતી. જે કર્મચારી જેટલી નોટો સાચી રીતે ગણી શકે, તેટલા પૈસા તે બોનસ તરીકે ઘરે લઈ જઈ શકતો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કર્મચારીઓ પૂરા જોશ સાથે નોટો ગણી રહ્યા છે અને ગણતરી પૂરી થયા બાદ નોટોની થપ્પીઓ ઉપાડીને ખુશી સાથે બહાર નીકળી રહ્યા છે.

- Advertisement -

CEO એ જણાવ્યું પૈસા વહેંચવાનું કારણ

રિપોર્ટ મુજબ, કંપનીને ગયા વર્ષે અંદાજે 355 કરોડ રૂપિયાનો નફો થયો હતો, જેમાંથી મોટો ભાગ કર્મચારીઓને આપી દેવામાં આવ્યો. કંપનીના CEO એ આ બાબતે જણાવ્યું હતું કે, “મને માત્ર પૈસા વહેંચવાનો શોખ નથી, પરંતુ હકીકત એ છે કે આજકાલના યુવાનો કાર લોન અને ઘરના હપ્તાના બોજ નીચે દબાયેલા છે. અમે જે કંઈ પણ મદદ કરી શકીએ, તેનાથી તેમને રાહત મળે તેવો અમારો પ્રયાસ છે.”

ઉલ્લેખનીય છે કે આ કંપની પહેલા સોનાના હાર અને વીંટીઓ જેવી ભેટ આપતી હતી, પરંતુ હવે કર્મચારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સીધું રોકડ જ બોનસ તરીકે આપવામાં આવે છે. આ વીડિયો જોઈને નેટિઝન્સ કહી રહ્યા છે કે, “બોસ હોય તો આવા!”

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.