વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને ગતિ આપતું ગુજરાત સરકારનું ઐતિહાસિક અંદાજપત્ર : જીતુભાઈ વાઘાણી

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

કૃષિ, પશુપાલન અને બ્લુ ઇકોનોમી માટે રેકોર્ડ ફાળવણી સાથે રાજ્યનો સર્વાંગી વિકાસ

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ. ૪,૦૮,૦૫૩ કરોડના વિક્રમી બજેટને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ ગણાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના વિઝનને ચરિતાર્થ કરવા માટે આ બજેટમાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારો માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકવામાં આવી છે. કૃષિ વિભાગ માટે ફાળવવામાં આવેલી રૂ. ૨૪,૦૨૨ કરોડની માતબર રકમ ગ્રામીણ અર્થતંત્રમાં નવી ચેતના જગાડશે.

કૃષિ યાંત્રિકીકરણ અને સ્માર્ટ ફાર્મિંગ

ખેડૂતોનો શ્રમ ઘટાડવા અને આધુનિક ટેકનોલોજીના વ્યાપ માટે બજેટમાં મોટી જોગવાઈઓ કરાઈ છે:

  • ટ્રેક્ટર અને સાધનો: કૃષિ યાંત્રિકીકરણ માટે કુલ રૂ. ૧,૫૦૦ કરોડથી વધુની ફાળવણી. જેમાં ટ્રેક્ટર ખરીદી માટે રૂ. ૮૦૦ કરોડ અને આધુનિક સાધનો માટે રૂ. ૭૬૪ કરોડ ફાળવવામાં આવ્યા છે.

  • ડ્રોન ટેકનોલોજી: સ્માર્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા ડ્રોન ખરીદી સહાય માટે રૂ. ૧૫ કરોડની નવી જોગવાઈ.

  • પ્રાકૃતિક ખેતી: રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૯૨ કરોડની ફાળવણી.

Gujarat Budget 2026 27 Agriculture Farmers Welfare 2.jpeg

- Advertisement -

પાક સંગ્રહ માટે બમણી સહાયની જાહેરાત

ખેડૂતોના તૈયાર પાકને સુરક્ષિત રાખવા માટે ‘પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’માં ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યા છે:

૧. માપદંડમાં વધારો: સંગ્રહ માળખાનું માપ ૩૦૦ ચો. ફૂટથી વધારીને હવે ૬૦૦ ચો. ફૂટ કરવામાં આવ્યું છે.

- Advertisement -

૨. સહાયમાં વધારો: હવે ખેડૂતોને રૂ. ૧ લાખના બદલે રૂ. ૨ લાખની બમણી સહાય મળશે.

૩. બજેટ ફાળવણી: આ યોજના માટે બજેટમાં રૂ. ૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બ્લુ ઇકોનોમી અને મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન

ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા દરિયાકાંઠાના સર્વાંગી વિકાસ માટે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રૂ. ૧,૩૯૬ કરોડ ફાળવાયા છે:

- Advertisement -
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પર સગવડો વિકસાવવા રૂ. ૩૬૧ કરોડ.

  • માછીમાર સહાય: ડીઝલ પર વેટ (VAT) રાહત માટે રૂ. ૩૦૦ કરોડ અને પાકિસ્તાન દ્વારા પકડાયેલા માછીમારોના પરિવારો માટે આર્થિક મદદ.

  • નવા વેસલ્સ: મધર વેસલ અને ડીપ સી વેસલ ખરીદી માટે પણ વિશેષ ભંડોળની જોગવાઈ.

Gujarat Budget 2026 27 Agriculture Farmers Welfare 1.jpeg

પશુપાલન અને એગ્રી બીઝનેસ નવી નીતિ

પશુપાલકોની આવક વધારવા અને એગ્રી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા મહત્વના નિર્ણયો લેવાયા છે:

  • ગૌમાતા પોષણ: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળાઓ-પાંજરાપોળો માટે રૂ. ૫૦૦ કરોડ.

  • બાયો-સીએનજી પ્લાન્ટ: પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્યના ચાર ઝોનમાં નવા બાયો-સીએનજી પ્લાન્ટ સ્થપાશે.

  • એગ્રી બીઝનેસ પોલિસી: ‘ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ’ હેઠળ ૫,૦૦૦થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સને આર્થિક અને તકનીકી સહાય આપવામાં આવશે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.