અમદાવાદ-રાજકોટ હાઇવે પર એક તરત વરસાદ અને બીજી તરફ કામ ચાલુ હોય લીંબડી નજીક ટ્રાફિકજામ થવાની સ્થિતિ યથાવત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
લીંબડીથી ઝાખણ સુધી ટ્રાફિકજામ સર્જાતા હાઇવે પર પાંચ કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગે છે.
એક તરફ ધીમી રફતારે ચાલતું હાઇવેનું કામ અને બીજી તરફ ભારે વરસાદને કારણે હાઇવે પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો છે.
203 કિમીના અમદાવાદ-રાજકોટ હાઈવે પર સતત ટ્રાફિકજામના કારણે વાહન ચાલકોને ત્યાંથી નીકળતા કલાકોનો સમય લાગી રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ વર્ષ 2020માં પૂરો થવાની જાહેરાત કરવામા આવી હતી. જોકે આ કામ ત્યારે પૂર્ણ થઇ શક્યું નહિ અને એની ડેડલાઇન વધારીને 30 જૂન 2023 કરવામાં આવી હતી, જોકે આમ છતાં કામગીરી પૂર્ણ થઇ નથી ત્યારે હવે વધુ 6 મહિનાની મુદત આપવામાં આવી છે ત્યારે હવે શું થશે તે ઉપર સૌની મીટ મંડાઈ છે.
છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રીજનું કામ ચાલુ હોવાથી અવાર-નવાર અહીં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ત્યાંથી પસાર થતાં કેટલાક વાહન ચાલકો માટે ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની છે.