રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી થઈ છે.
વડોદરા શહેરમાં રાત્રી દરમિયાન જોરદાર વરસાદ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા.
દરમિયાન આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી થઈ છે. વલસાડ,દમણમાં પણ વરસાદની શક્યતા છે.
આવતી કાલે તા.7મી એ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
તો રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
જ્યારે તા. 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.તો મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયુ છે.
તા. 9 જુલાઈએ કચ્છ,દ્વારકા , જામનગર, મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે.